
મો૨બીના રફાડેશ્વર ગામેથી મળેલ ગાંજાના આરોપીઓ અમૃતભારથી કાનભારથી ગોસાઈ અને બાબુભાઈ પાલાભાઈ રાઠોડ ના જામીન મંજુર.
આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના આરોપી અમૃતભારથીએ પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં પાસ પરમીટ કે આધાર વગર ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી સાથે આરોપી બાબુભાઈ હાજર મળી આવતા અને આરોપી નં૩ ક૨શનભાઈનુ નામ ખુલતા ગુનો કર્યા બાબતની ફરીયાદ કરવામાં આવેલ.

આ ફરીયાદના કામે બન્ને આરોપીએ તેમના એડવોકેટ શ્રી જે. ડી. સોલંકી અને એચ. પી. ચાવડા મારફતે નામ. ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન મેળવવા અ૨જી ક૨ેલ બન્ને પક્ષની તમામ દલીલના અંતે નામ. ડીસ્ટ્રીકટ કોર્ટે બન્ને આરોપીઓ તરફેની દલીલો માન્ય રાખી બન્ને આરોપીઓને જામીન મુકત કરતો હુકમ કરેલ. બન્ને આરોપી તરફે મો૨બી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રીશ્રી જે. ડી. સોલંકી તથા સુરેન્દ્રનગર ના યુવા ધારાશાસ્ત્રીશ્રી એચ. પી. ચાવડા રોકાયેલ હતા.









