
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે માતૃ ભાષા દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર ભારત દેશમાં તેમજ વિશ્વામાં 21 ફેબ્રુઆરી ના દિવસે વિશ્વ માતૃ ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં દરેક શાળા કોલેજો સહીત અનેક જગ્યા એ માતૃ ભાષા દિવસની ઉજવણી થઇ રહી છે જેમાં મેઘરજ તાલુકામાં આવેલ શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે વિશ્વ માતૃ ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાર્થના ખંડમાં સૌ વિધાર્થીઓ ને એકત્રિત કરી પ્રાર્થના બોલવામાં આવી હતી ત્યાર બાદ ભાષા શિક્ષક કેતનભાઈ પટેલ દ્વારા માતૃ ભાષા અંગે સચોટ માહિતી આપી વિધાર્થીઓ ને માહિતગાર કર્યા હતા વધુમાં ભાષા અંગેનું જ્ઞાન પણ આપ્યું હતું.ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા બાયસેગ પર પ્રસારિત માતૃ ભાષા ની ઉજવણી અંતર્ગત જે પ્રસારણ હતું તેને વિધાર્થીઓ અને શાળા પરિવારે નિહાર્યો હતો વધુમાં અંતે વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કસુંબીનો રંગ કાવ્યનું પણ ગાન કરવામાં આવ્યું હતું અંતે શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પંચાલ દ્વારા શાળા પરિવાર અને વિધાર્થીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો









