JETPURRAJKOT

ગુજરાત લો કોલેજ દ્વારા સરધાર ખાતે યોજાયેલી એન.એસ.એસ.ની શિબિર

તા.૨૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના સરધાર ખાતે એ.એમ.પી. સરકારી લો કોલેજ દ્વારા એન.એસ.એસ.ની સાત દિવસીય શિબિર યોજાઇ હતી.

આ શિબિરમાં સ્વચ્છતા અભિયાન, ૧૦૮ એમ્બ્યુલેન્સ સેવા, કાનૂની સહાય, વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સ્ટાફ દ્વારા કાર્યક્રમમાં એન. એસ. એસ પ્રવૃત્તિ મહત્વ તેમજ યુવાનોને જીવનમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ, વાંચનનું મહત્વ‌, સાહિત્યમાં રાષ્ટ્રભાવના જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ શિબિરમાં ગામના સરપંચ શ્રી પીન્ટુભાઇ ઢાંકેચા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર શ્રી ગિરીશ ભીમાણી, કોલેજના પ્રિન્સિપાલ ડો. મિનલ રાવલ અને સંતશ્રી પ્રભુચરણ સ્વામી સહિત પ્રોગ્રામ ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]
Back to top button