PADDHARIRAJKOT

પડધરી ખાતે યોજાનારો આયુષ મેળો

તા.૨૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આવતી કાલે ૨૧ ફેબ્રુઆરીએ સવારે ૯ કલાકથી સાંજે ૫ સુધી પડધરી ખાતે આયુષ મેળો યોજાશે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ આયુષ મેળાનું આયોજન કમ્યુનિટી હોલ, પડધરી ખાતે કરાયું છે, જેમાં વિવિધ રોગોની જાણકારી આપતું પ્રદર્શન, નિદાન કેમ્પ, આયુર્વેદિક પદ્ધિતીથી તાત્કાલિક સારવાર વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પડધરીના સરપંચ ડો. વિજયભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર સહિતના મહાનુભાવો આ આયુષ મેળામાં ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]
Back to top button