અરવલ્લી :ભિલોડા પોલીસ સ્ટેશનનો એએસઆઈ પોલીસ સ્ટેશનમાં જ બેસીને લાંચ લેતા એસીબી એ રંગે હાથ ઝડપી પાડ્યો

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી :ભિલોડા પોલીસ સ્ટેશનનો એએસઆઈ પોલીસ સ્ટેશનમાં જ બેસીને લાંચ લેતા એસીબી એ રંગે હાથ ઝડપી પાડ્યો

અરવલ્લીના ભિલોડા પોલીસ સ્ટેશનનો એએસઆઈ (અનાર્મ) વિનોદ ખાતરાભાઈ સુવેરા પોલીસ સ્ટેશનમાં જ બેસીને લાંચ માગતો હતો. દરમિયાનમાં બન્યું એવું કે એક વ્યક્તિની સામે દારુનો કેસ ચાલી રહ્યો હતો જેમાં જામીન આપવાને લઈને રૂપિયા 3000ની લાંચ વિનોદ સુવેરાએ માગ કરી હતી. જોકે આ વ્યક્તિએ સુવેરાને ત્યાં જ કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને સીધા પહોંચી ગયા એસીબીની શરણમાં, એસીબીના ટ્રેપ અધિકારી પીઆઈ એચ પી કરેણ, સુપરવિઝન અધિકારી ઈનચાર્જ મદદનીશ નિયામક ડી એ ચૌધરીની મદદથી આજે સોમવારે પોલીસ સ્ટેશનમાં જ છટકાનું આયોજન કરવામાં આવ્યું કારણ કે વિનોદ ત્યાં જ લાંચ આપવા માટે બોલાવી રહ્યો હતો
ભ્રષ્ટાચારીઓ છેલ્લા ઘણા સમયથી બેફામ થયા છે. અવરલ્લીમાં એક એએસઆઈ તો એટલો બેખૌફ થઈ લાંચ લેતો હતો કે તે પોલીસ સ્ટેશનને જ ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી મુક્યો હતો. પોતાની ખુરશી એટલે કે સત્તાનો દુરુપયોગ કરીને જ્યાં નોકરી કરે છે, જે નોકરીને કારણે તેનું અને તેના પરિવારનું પેટ ભરાય છે ત્યાં બેસીને જ ખુલ્લેઆમ લાંચ લેતો આ એએસઆઈ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. લાંચ રુશવત વિરોધી દળના અધિકારીઓ દ્વારા આ એએસઆઈ (આસી. પોલીસ સબ ઈન્સપેક્ટર)ને કાયદાનો પાઠ ભણાવવા માટે એક વ્યક્તિની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ એએસઆઈ રૂપિયા 3000ની લાંચ લેતા ઝડપાઈ
વિનોદ સાથે વાતચિત થયાને આધારે એસીબીના અધિકારીઓએ છટકાનું આયોજન કર્યું હતું અને સમગ્ર સચોટ પ્લાનીંગ સાથે વિનોદને ઝડપી લેવાનો હતો. દરમિયાનમાં જ્યારે આ વ્યક્તિ તેને 3000 રૂપિયાની લાંચ મામલે વાત કરે છે અને પછી રૂપિયા લે છે કે તુરંત એસીબી તેને રંગે હાથ ઝડપી પાડે છે. આ મામલાને લઈને વિનોદના ત્યાં જ પરસેવા છૂટી જાય છે. એસીબીએ તાત્કાલીક ધોરણે કાર્યવાહી હાથ ધરી વિનોદની ધરપકડ અને લાંચની રકમની રિકવરી કરી લીધી હતી. હવે આગામી કાર્યવાહી એસીબી દ્વારા હાથ ધરાઈ છે.








