MORBIMORBI CITY / TALUKO

મોરબી:  છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે નરસંગ ઉપનગર અને રવાપર ઉપનગર ના બાળકો અને યુવાઓ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી..

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબી:  છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે નરસંગ ઉપનગર અને રવાપર ઉપનગર ના બાળકો અને યુવાઓ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી.

આ રેલી નું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર, સંત દેવીદાસ ગ્રુપ રવાપર, ક્રાંતિકારી સેના સંસ્થાઓ સાથે અનેક યુવાનો સાથે મળીને કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મના નાયક શિવાજી મહારાજની યાદ માટે બાળકો યુવાનો તથા વડીલોમાં પણ જોશ પ્રગટ કરનારી મશાલ રેલીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સતાધાર પાર્ક-2, મધુરમ સોસાયટીમાંથી નીકળી રવાપર ગામ, સ્વાગત ચોકડી(રવાપર રોડ) થી આલાપ રોડ પર પરત ફરી હતી. નાના નાના બાળકો તથા દરેક નાગરિકના દિલમાં મહાન એવા છત્રપતિ શિવાજી મહારાજને યાદને જીવંત રાખવાનો આ મશાલ રેલીનો ખાસ ઉદ્દેશ હતો.

[wptube id="1252022"]
Back to top button