
વડનગર હાટકેશ્વર મહાદેવના મંદિર ખાતે શિવરાત્રી ના તહેવાર નિમિત્તે લોક સંગીત નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ ના મંદિર ખાતે મહા શિવરાત્રીની સંધ્યાએ કલા વારસા દ્વારા શિવ આરાધના અને લોક સંગીતનો કાર્યક્રમ કચ્છી લોક સંગીત યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હાટકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રથમ વખત મહા શિવરાત્રીની સંધ્યાએ કલા વારસા દ્વારા શિવ આરાધના અને લોક સંગીતનો કાર્યક્રમ કચ્છી લોક સંગીત યોજવામાં આવ્યો હતો. કચ્છી લોક સંગીત કાર્યક્રમનું આયોજન ભોલેનાથની મહાઆરતી બાદ કરવામાં આવ્યું હતું.આ મહાઆરતીમાં અનેક શિવ ભક્તો ભોલેનાથના જય ઘોષ સાથે જોડાયા હતા.કચ્છી લોક સંગીત કાર્યક્રમમાં શંકર બારોટ,દાન ભારમલ,મંગલસિંહ રાઠોડ,શિવજી ભીલ,જીણાનાથ વાદી,કર્મશી જોગણીયા,લક્ષ્મણ જોગી,ભીમજી ભીલ જેવા કલાકારો જોડાયા હતા.





