
તા.૧૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લામાં સોનોગ્રાફી મશીન ધરાવતાં ડોકટર્સ, કલીનીક, હોસ્પિટલ વગેરેની પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે થયેલ કામગીરીની સમીક્ષા માટેની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લાની ૩૧ હોસ્પિટલના નવા સોનોગ્રાફી મશીન માટે તથા ૩૫ હોસ્પિટલની સોનોગ્રાફી મશીનમાં રીન્યુઅલ રજીસ્ટ્રેશન માટે અરજીઓ સલાહકાર સમિતિ સમક્ષ મુકવામાં આવી હતી. હોસ્પિટલોની ઓચિંતી મુલાકાતો અને નિરીક્ષણ, કોર્ટ કેસની સ્થિતી વગેરે વિશે પણ જિલ્લા વિકાસ અધિકારીએ સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રઠોડ, ગાયનેકોલોજીસ્ટ વિભાગના વડા, પીડીયાટ્રીશ્યન વિભાગના વડા, રેડિયોલોજીસ્ટ વિભાગના વડા, સબ ડી.એ.ઓ. અને ટી.એચ.ઓ.,અગ્રણીશ્રી જયેશભાઈ ઉપાધ્યાય, રાજકોટ મ.ન.પા.ના એપ્રોપ્રિએટ ઓથોરિટીના તમામ સભ્યો તેમજ વિવિધ સામાજિક સંસ્થાના વડાઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.








