MORBIMORBI CITY / TALUKO

મોરબી કલેક્ટર  જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રોડ રસ્તા, સિચાઈ તથા પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવા જણાવાયું

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સુચારૂ શિક્ષણ માટે શાળાઓ બનાવડાવી, જન હિતના વિકાસ કામો કરવા, ડ્રેનેજ વ્યવસ્થા સુચારૂ બનાવવા, રોડ રસ્તા, ખેતર વિસ્તારમાં પાણી આપવા, છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવું, ડેમ ભરવા, રમત-ગમત માટે મેદાન ફાળવણી, તેમજ મંજુર થયેલ આંગડવાડી શરૂ કરવી વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી જી. ટી.પંડ્યા સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રી, કચેરીઓના વડા અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button