JETPURRAJKOT

કેન્દ્રીય કેબિનેટ સચિવે વિડીયો કોંફરન્સના માધ્યમથી રાજકોટ જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કામોની સમીક્ષા કરી

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ભારત સરકારના કેબિનેટ સચિવ દ્વારા વિડિઓ કોંફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્ય સરકારને લગતા બાકી રહેલા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના કેન્દ્ર સરકારના પ્રગતિ હેઠળના કામોની માહિતી જિલ્લા ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુએ આ બેઠકમાં રજૂ કરી હતી. જેમાં રાજકોટના હીરાસર નજીક નિર્માણાધીન એરપોર્ટ નજીક નડતરરૂપ પવન ચક્કી હટાવવા, મોબાઈલ ટાવરની હાઈટ ઓછી કરવા, હીરાસર ગામતળની જમીન સંપાદન અને પુનઃ વસવાટ કરવા, ગોંડલ -જેતપુર સિક્સ લેન નેશનલ હાઇવેના બનાવવા વગેરેની વિગતો રજૂ કરી હતી.

આ તકે પ્રાંત અધિકારીશ્રી સંદિપ કુમાર વર્મા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સંજયકુમાર યાદવ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button