
વિજાપુર નગર પાલિકા એપીએમસી ના પ્રતિનિધિ તરીકે 15 સદસ્યો એ સરક્યુલર ઠરાવ સામે ઠરાવ કર્યો
ચીફ ઑફિસર ને કરાઈ રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી ના પ્રતિનિધિત્વ નો મામલે 15 જેટલા કોંગ્રેસ અપક્ષ અને ભાજપના સદસ્યો એ સહીઓ કરીને પાલિકા ચીફ ઓફિસર ને સાહિસ્તા બાનું સૈયદ નું નામ સાથે સહીઓ કરી અનુમોદન આપતા રાજકારણ ભારે ગરમી ઉભી થવા પામી છે ચીફ ઓફિસર પાલીકા તેમજ પાલીકા પ્રમુખ રણવીર સિંહ ઠાકોર દ્વારા થોડા સમય પહેલા સરક્યુલર ઠરાવ માં ગાંડાલાલ ને જૂના ઠરાવ મુજબ નામ ચાલુ રાખવા માટે અનુમોદન માંગતો સરક્યુલર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેની સામે 15 જેટલા સદસ્યોએ સહીઓ અને સોગંદ નામું રજૂ કરી સાહિસ્તા બાનું ના નામ જોગ રજૂઆત કરી અરજી કરવા માં આવતા સ્થાનીક રાજકારણ માં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ચીફ ઓફિસર ના ઠરાવ સામે 15 સદસ્યો સહીઓ કરી સદસ્ય સાહિસ્તા બાનું ને એપીએમસી ના પ્રતિનિધિ તરીકે અનુમોદન કરતા રજૂઆત કરવામાં આવી છે આ અંગેની મળતી માહિતી મુજબ અરજદાર સાહિસ્તા બાનું મુસ્તકીમ સૈયદ દ્વારા ચીફ ઓફિસર ને લેખિત આપતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એક સભ્યને સ્થાનીક સત્તા મંડળ ના સભ્ય તરીકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં નિયુક્ત કરવા નો થાય છે જેમાં નગર પાલિકા બહુમતી સદસ્યો દ્વારા અરજદાર નો નામ ચાલુ બોડી ના સદસ્યો બહુમતી સોગંદનામું રજૂ કરી અરજદાર સાહિસ્તા બાનું નામ સૂચવેલ છે જે આધારે સ્થાનીક સત્તા મંડળ ના સભ્ય તરીકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરવા અંગેની રજૂઆત કરવામાં આવતા સ્થાનીક રાજકીય માહોલ ગરમાયો હતો





