
તા.૧૫ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લામાં ૨૯૩ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૮ અર્બન હેલ્થ સેન્ટર મળી કુલ ૩૫૫ આરોગ્ય કેન્દ્રો ખાતેથી “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” સાયકલોથોન સાઇકલ રેલી તેમજ હેલ્થ એન્ડ વેલનેસ મેળા કાર્યક્રમ યોજવામાં આવેલ હતા, જેમાં ૪૭૩૫ લાભાર્થીઓ જોડાયા હતા.

આજની આધુનિક, ઝડપી અને બદલાયેલ જીવનશૈલીને કારણે લોકો બીન ચેપી રોગો જેવા કે લોહીનું ઉંચું દબાણ, ડાયાબિટીસ, મોઢા-સ્તન-ગર્ભાશયના કેન્સર, કીડની તથા હ્રદયરોગ જેવી ગંભીર બીમારીઓના શિકાર બની રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને લોકોના આરોગ્યની સુખાકારી માટે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ઝુંબેશરૂપે હેલ્થ એન્ડ વેલનેસ થીમ પર નવેમ્બર-૨૦૨૨થી ઓક્ટોબર-૨૦૨૩ એક વર્ષ “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” ઝુંબેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમો યોજાયા હતા.








