
તા.૧૫ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભારત માતાની યાત્રા, પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમોથી લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી લોકોને પ્રેરણા પૂરી પાડી
ઇન્ડિયન લાયન્સ અને નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા ૧૪ ફેબ્રુઆરીનાં રોજ “પ્રથમ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ”ની અભિવ્યકિત સાથે “આઈ લવ ભારતમાતા” કાર્યક્રમનું આયોજન કિશાનપરા ચોક ખાતે કરવામાં આવ્યું હતું. દીવસ દરમિયાન જુદાં- જુદાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સવારના સમયે શાળાના વિધાર્થીઓ “પોતાનો પ્રથમ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ” અભિવ્યકત કરવા એકત્રીત થયા હતા.

દરેક વિધાર્થીઓએ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ (ફીલીંગ્સ) બેનરમાં લખીને વ્યકત કરી હતી.
બપોરે ૩.૩૦ કલાકે કિશાનપરા ચોક ખાતેથી નીકળેલી ભારતમાતાની શોભાયાત્રામાં રાષ્ટ્રને સમર્પિત લોકો જોડાયા હતા. જાહેર જનતા રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરી શકે તે માટે સાંજે ૬-૩૦ કલાકે ભારતમાતાનું પુજન તથા ભારતમાતાની મહાઆરતી કરવામાં આવી હતી. મહા આરતીમાં રાજકોટના લોકલાડીલા મેયરશ્રી ડો. પ્રદીપ ડવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન લાયન્સ સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સમર્પિત અને નિઃસ્વાર્થ બની સમાજ કાર્ય માટે તત્પરતા ધરાવનારની ક્ષમતા, રૂચિ અને કાર્ય પધ્ધતિ મુજબ મંચ પૂરું પાડે છે. નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન પ્રખર રાષ્ટ્રવાદીઓનો સમૂહ મંચ છે. રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રનું ઉત્થાન, રાષ્ટ્રનાં સ્વાભિમાનનો આધાર જે તે રાષ્ટ્રનાં સમર્પિત નાગરિકો ઉપર છે. લોકોના હૃદયમાં પડેલ રાષ્ટ્રવાદ ફરી ઉજાગર કરવા સતત કાર્યરત છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એભલભાઈ ગરૈયા, કૌશિકભાઈ ટાંક, વનરાજભાઈ ગરૈયા, પ્રશાંતભાઈ લાઠીગ્રા, જીજ્ઞેશભાઈ રામાવત, મયુરભાઈ પાટડીયા, પરેશભાઈ ખોખર, જયેશભાઈ જાની, જોહ૨ભાઈ કપાસી, હસમુખભાઈ કાચા, સુરેશભાઈ કટારીયા, વિપુલભાઈ પારેખ, હુસેનભાઈ બદાણી, હસુભાઈ ગણાત્રા, અક્ષયભાઈ અજાગીયા, જાગૃતભાઈ ઝીંઝુવાડીયા, રવિભાઈ આહીર, જગદીશભાઈ મિસ્ત્રી, પ્રાગજીભાઈ ગડારા, વજુભાઈ સોલંકી, ધ્રુવભાઈ કુંડેલ, રાજેશભાઈ સોલંકી, દેવેનભાઈ સોની, જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, જયેશભાઈ ચાવડા, નિરવભાઈ સોલંકી, જશભાઈ રાઠોડ, હરેશભાઈ રાઠોડ, ચિરાગભાઈ ખોખર, રીટાબેન ચૌહાણ, કીર્તિબેન કવૈયા, મીનલબેન પરમાર, આશાબેન ભટ્ટી, ઉષાબેન પરસાણા, ડો. ગીરાબેન માંકડ, ડો. હરેશભાઈ ભાડેસીયા, વિનોદભાઈ પટેલ તથા વિક્રમસિંહ પરમાર સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.








