ભારે.. કરી.. મોરબી નગરપાલિકાની સામાન્ય સભા મળી: પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના વહીવટીથી ચુંટાયેલા સદસ્યો જ અજાણ હોય તેવો ઘાટ સર્જાયો.!!

ભારે.. કરી.. મોરબી નગરપાલિકાની સામાન્ય સભા મળી: પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના વહીવટીથી ચુંટાયેલા સદસ્યો જ અજાણ હોય તેવો ઘાટ સર્જાયો.!!

ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખના વહીવટથી ચૂંટાયેલા સદસ્યો જ અજાણ હોય તેવો ઘાટ સર્જાયો..!!
સરકારનો પ્રત્યુતર આપવા માટે આજે સામાન્ય સભા મળી હતી જેમાં બે જવાબ રજૂ થયા છે. જે બંને જવાબો સરકારમાં મોકલવામાં આવશે જેમાં એક જવાબ પ્રમુખસ્થાનેથી રજૂ કરાયો છે. તો બીજો જવાબ 41 સદસ્યોએ કર્યો હતો. જે બંને જવાબ સરકારને મોકલવામાં આવશે.

આજ ની આ ખાસ સામાન્ય સભામાં પાલિકાના 41 સદસ્યોએ અલગ જવાબ રજૂ ર્ક્યો છે. જે મામલે પાલિકાના સદસ્ય ભાવિક જારીયાએ જણાવ્યું હતું કે, એગ્રીમેન્ટ અંગે 49 સદસ્યોને જાણ જ ન હતી. પાલિકાને કોઈ જગ્યા આપવાની હોય તો પહેલા પાલિકા અને બાદમાં સરકારની મંજૂરી નિયમ મુજબ લેવી પડે છે. જે એગ્રીમેન્ટ થયો તે અંગે સદસ્યોને કોઈ જાણ કરવામાં આવી ન હતી. તેમજ SIT રીપોર્ટમાં પાલિકાને સંપૂર્ણ દોષિત ઠેરવી નથી, પરંતુ પ્રમુખસ્થાનેથી આજે જવાબ રજૂ થયો ત્યારે જાણ થઇ અત્યાર સુધી તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું.

તેમજ શરૂઆતમાં જ 29.3.2022ના રોજ યોજાયેલ સાધારણ સભાની કાર્યવાહીને બહાલ રાખવા એજન્ડા રજૂ થતા બજેટ અને અન્ય યોજનાકીય ખર્ચ મંજુર રાખતા ઠરાવને ભાજપના 52 પૈકી 39 સભ્યોએ બહુમતીથી પેન્ડિંગ રાખવા પ્રમુખ અને ઉપપ્રમુખના મંજૂરીના નિર્ણયથી વિપરીત નિર્ણય લેતા ભાજપી શાસકો વચ્ચે કંઈક ખટરાગ હોઈ તેવું જણાય રહ્યું છે









