
તા.૧૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભારત પાસે એક સમૃદ્ધ રાંધણ વારસો છે જે સદીઓથી વિકસિત થયો છે. પરંપરાગત ખોરાક ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉત્કૃષ્ટ દ્રષ્ટિ આપે છે. સમગ્ર દેશમાં પરંપરાગત ખોરાકની આદતો મુખ્યત્વે પોષણ પ્રત્યેના સર્વગ્રાહી અભિગમ પર આધારિત છે.
કહેવાય છે કે હૃદયનો સૌથી ટૂંકો રસ્તો પેટ દ્વારા છે! તેમાં પણ લોકપ્રિય કાઠિયાવાડી વાનગીઓની વાત જ કઈક અલગ છે. ઇન્ટેક રાજકોટ ગ્રુપ દ્વારા આ જ વાત ને ઉજાગર કરવા રાજકુમાર કોલેજ માં સ્કૂલ નાં બાળકો માટે “ખાના-ખજાના” પ્રતયોગીતા યોજવામાં આવી હતી. રાજકોટ ની વિવિધ શાળાઓ ના બાળકોએ આ પ્રતયોગીતા માં ભાગ લીધો હતો. કાઠીયાવાડી રસોઈ અંદ તેની ખાસિયત ના વિષય પર બાળકો એ નિબંધ લેખન અને પોસ્ટર બનાવાની સ્પર્ધા હતી જેમાં બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લઈ તેમની કળા ને ઉચ્ચતરે દર્શાવી હતી.

રાજકુમાર કોલેજના હેરિટેજ કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે 1870માં સ્થપાયેલી અને બાંધવામાં આવેલી તે પ્રથમ શાળા હતી. આ કાર્યક્રમ ના મુખ્ય મેહમાન રાજકોટ ના માનનીય યુવરાણી શિવાત્મિકા કુમારી, રાજકોટ કલેક્ટર શ્રી અરૂણ મહેશ બાબુ તથા ફૂડ ક્રિટીક ડો. મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ બધા જ બાળકો નો ઉત્સાહ વધારવા તેમને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્ટેક રાજકોટ કન્વીનર આર્કીટેકટ રિધ્ધિ શાહ ના જણાવ્યા મુજબ ‘આપણો આહાર એ જ આપણા વ્યવહાર નો પાયો છે; જેની જાણકારી મેળવવી એ આપણા બાળકો ની ફરજ છે’. આ કાર્યકમ આયોજન કરવાનો હાર્દ આપણા ભોજન અને આપણી રસોઈ ધરોહર ને જાણવાનું હતું.

ઈન્ડિયન ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારતના વારસાના જતન અને સંરક્ષણ તરફ કામ કરે છે. તેઓ લુપ્તપ્રાય કલા અને હસ્તકલા વિશે જાગૃતિ ફેલાવી રહી છે જેથી આ કલા ટકી રહે. આ રન્સ્થા નું રાજકોટ નું ચેપ્ટર આર્કિટેક્ટ રિદ્ધિ શાહ અને તેમના સાથીઓ સંભાળે છે જેઓ રાજકોટ ની સંસૃતિ ને સાચવવા ના પ્રયત્નો કરે છે. આ સંસ્થા ના દરેક કર્યો માં રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ તથા રાજકોટ મ્યુનીસીપલ કમિશનર શ્રી અમિત અરોરા નું માર્ગદર્શન મળે છે.








