MORBIMORBI CITY / TALUKO

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આયોજિત જોય રાઈડ નો લાભ લેતી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓ

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આયોજિત જોય રાઈડ નો લાભ લેતી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબીમાં ચાલતા યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા 135 જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે,દરેક તહેવારોની ઉજવણી આગવી અનોખી રીતે કરે છે ત્યારે ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડે ને બદલે વાત્સલ્ય દિવસ ઉજવી વંચિત બાળકોને પ્રેમ આપવા વૈભવી 30 કારના કાફલામાં 150 જેટલા બાળકોને જોય રાઈડનો આનંદ કરાવી હોટેલમાં મનભાવતા ભોજનીયા કરાવ્યા હતા…
વેલેન્ટાઇન ડે ના દિવસને ધિક્કારવા કે શુભેચ્છાઓ પાઠવવા કરતા ખરેખર વાસ્તવિક રૂપમાં વાત્સલય વરસાવીને તેમજ વેલેન્ટાઈન દિવસ ઉજવવા નક્કી કરી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વેલેન્ટાઈન દિવસેને “વાત્સલ્ય દિવસ” તરીકેને ઉજવીને પછાત વિસ્તારના ગરીબ બાળકો વૈભવી ગાડીઓમાં બેસાડીને શહેરમાં “આનંદની સફર” (જોયરાઇડ) કરાવી મોરબીની શ્રેષ્ઠ ગણાતી મોમ્સ હોટલમાં જમાડવામાં આવ્યા હતા.
આપવાનો આનંદમાં માનતા યંગ ઇન્ડિયા ગ્રુપની આ અનોખી ઉજવણીને કારણે બાળકો આનંદિત થયા હતા અને અવિસ્મરણીય અનુભૂતિ મેળવી કિલ્લોલ કરી અનોખો માહોલ સર્જી દીધો હતો…

વેલેન્ટાઈન ડે નહિ પણ વાત્સલ્ય દિવસની ઉજવણી અંગે પ્રેમની અભિવવ્યક્તિનો ફક્ત એક જ દિવસ હોય ! અમારા પ્રમાણે તો નહીં જ !! ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે…પ્રેમનો દિવસ.. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રેમ અને સ્નેહ અને વાત્સલયના સમન્વય તેમજ જેમાં સર્વેનો સમાવેશ કરનારી સંસ્કૃતી.. પ્રેમ એટલે પામવું નહિ આપવું તે ઉક્તિ મુજબ આજે ગરીબ વંચિત બાળકોને વૈભવી કારમાં ફેરવવા આવ્યા હતા.આ *જોય રાઈડ* ને જી.ટી.પંડ્યા કલેકટર, દેવેનભાઈ રબારી મેન્ટોર યંગ ઈન્ડિયા ગ્રૂપ-મોરબી નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી, પ્રવિણભાઈ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ ગરચર ટીપીઈઓ અને ડે.ડીપીઈઓ વગેરે લીલીઝંડી બતાવી જોય રાઈડને પ્રસ્થાન કરાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button