GIR SOMNATHTALALA

ગીર સોમનાથના ગુંદરણમાં બંદુક સહિતના ઘાતક હથિયાર બનાવતી ફેકટરી પકડાઇ

ચાર બંદુક, 13 જીવતા કારતુસ, તલવાર, છરી, ગુપ્તી, ભાલા અને ફરસી સહિતના હથિયાર સાથે એકની ધરપકડ હથિયાર, ગન પાવડર અને મશીનરી મળી રૂ.33,700નો મુદામાલ કબ્જે

ગીર સોમનાથના તાલાલા નજીક ગુંદરણ ગામના શખ્સ પોતાની વાડીની ઓરડીમાં ઘાતક હથિયાર બનાવતો હોવાની બાતમીના આધારે એસઓજી અને તાલાલા પોલીસે સયુકત દરોડો પાડી આહિર શખ્સને ચાર બંદુક, તલવાર, છરી, ધારિયા, ફરસી, ગુપ્તી જેવા હથિયાર, મશીનરી, જીવતા કારતુસ અને ગન પાવડર સહિતના મુદામાલ સાથે ધરપકડ કરી છે. ગુંદરણના આહિર શખ્સ ઘાતક હથિયારો બનાવી કંઇ રીતે વેચાણ કરતો અને કોને કોને વેચાણ કર્યા તે અંગેની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથધરવામાં આવી છે.આ અંગેની પોીલસમાંતી પ્રાપ્ત વિગત મુજબ ગુંદરણ ગામની કાળીયાધાર સીમમાં વાડીની ઓરડીમાં રામશી રામા કરંગીયા નામનો આહિર શખ્સ બંદુક સહિતના પ્રાણઘાતક હથિયાર બનાવી વેચાણ કરતો હોવાની જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એ.બી.જાડેજા, તાલાલા પીએસઆઇ આર.એચ.વરુ, એએસઆઇ લખમણભાઇ મેતા, નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઇવંશ,ઇબ્રાહીમભાઇ, વિજયભાઇ બોરખતરીયા, કેતનભાઇ જાદવ, ગોવિંદભાઇ રાઠોડ અને સુભાષભાઇ ચાવડા સહિતના સ્ટાફે ગત મોડીરાતે ગુંદરણના કાળીયાધાર સીમમાં દરોડો પાડયો હતો.રામશી રામા કંગીયાયાની વાડીની ઓરડીમાંથી દેશી હાથ બનાવટની ચાર બંદુક, 13 જીવતા કારતુસ, લોખંડની ગોળીયો, 20 જેટલા નાના-મોટા છરા, દારુ ગોળો ભરેલી પ્લાસ્ટીકની કોથળી, સુરોખા ભરેલુ ઝબલુ, ગન પાવડર, કટર મશીન, ગ્રાઇડીંગ મશીન, ડ્રીલ મશીન, વેલ્ડીંગ મશીન, ગેસનો બાટલો, ચાર તલવાર, પાંચ છરી, ત્રણ ધારિયા, ત્રણ ગુપ્તી, બે ભાલા, એક ફરશી, એક કુહાડી અને ચાર લાકડી સહિતનો રુ.ા.33,700નો મુદામાલ કબ્જે કર્યો છે.રામશી કરંગીયા કેટલા સમયથી હથિયાર બનાવી કોને કોને વેચાણ કરે છે. અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. તે અંગેની વિશેષ તપાસ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button