NAVSARI

નવસારીના જમશેદવાડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષા રમતગમત સ્પર્ધાનો શુભારંભ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી સાંસ્કૃતિક યુવા કાર્યક્રમ રમતગમત મંત્રાલય, ભારત સરકાર અને નેહરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા યુવાનોને રમતગમત પ્રત્યે જાગૃત થાય તે હેતુથી નવસારીના જમશેદવાડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય જિલ્લા કક્ષા રમતગમત સ્પર્ધાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ.

૧૪ ફેબ્રુઆરી થી ૧૬ ફેબ્રુઆરી સુધી યોજાનાર જિલ્લાકક્ષાની રમત ગમત સ્પર્ધામાં નવસારી જીલ્લાના ૪૦૦ થી વધુ રમતવીરો ભાગ લેનાર છે . જેમાં મુખ્યત્વે એથ્લેટિક, વોલીબોલ, રસ્સા ખેચ, જુડો, કુસ્તી જેવી રમતો યોજાનાર છે.
આ પ્રસંગે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ, , જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેન પટોડીયા અને નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘા અને મોટી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button