
14 મી ફેબ્રુઆરી પ્રેમનો સાચો સાર્થક દિવસ.???
આપણે સૌ જાણીએ છીએ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. અલગ -અલગ ડે સેલિબ્રેશન ચાલી રહ્યા છે અને 14 મી ફેબ્રુઆરી પ્રેમીઓ પોતાના પ્રેમનો ઈઝહાર કરશે, પરંતુ એક જ પ્રશ્ન થાય છે કે આ પ્રેમ શું એક જ મહિનાનો હોય છે? પ્રેમનો ઈઝહાર નો દિવસ એક હોય શકે માની લઈએ, પરંતુ એ પ્રેમને નિભાવવાનો ક્યાં સુધી ??શું આવતા ફેબ્રુઆરીએ પાછી બીજી મોહબ્બત???

મોહબ્બત એ પહેલી ,બીજી એમ નથી હોતી .મોહબ્બત એ વિશાળ દરિયો છે જેનું માપન કોઈ નથી કરી શકતું માત્ર તેને માણી શકાય છે .એ પણ જેવા -તેવા વ્યક્તિ આ અહેસાસ માણી પણ ન શકે. વ્યક્તિ પેલી બીજી, ત્રીજી હોઈ શકે ,પરંતુ મહોબ્બત વિશાળ રહે છે ,પરંતુ વ્યક્તિઓના બદલાવાથી આપણે મહોબ્બત ના અર્થને છીછરો નથી કરી નાખ્યો શું??? હા ,ઘણીવાર એવું બને કે કેટલી મોહબ્બત પામી નથી શકતા અને વાસ્તવિક જીવનમાં બીજા વ્યક્તિ સાથે જીવન સેટ કરવું પડે છે એ ખોટું પણ નથી .અમુક સફર અધૂરા રહી જાય છે અથવા છૂટી જાય છે, પરંતુ આજકાલની મહોબ્બતને ખોખલી બનાવી દેવામાં આવી છે. માત્ર એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા અને દેખાડો કરવા ,ખર્ચા પૂરા કરાવવા bf -gf નો ટ્રેન્ડ વધી રહ્યો છે .આપણી સંસ્કૃતિમાં મોહબ્બત મહોબતનું બેસ્ટ ઉદાહરણ જોઈએ તો, રાધાકૃષ્ણએ સર્વશ્રેષ્ઠ છે અને પ્રેમનો ખરો અર્થ સમજાવ તું આદર્શ ઉદાહરણ છે. અરે ,પ્રેમમાં તો કૃષ્ણ અને શિવ પણ ઝુકયા હતા સાથે તડપ્યા પણ હતા તો આપણા જેવા ઇન્સાનની શું તાકાત છે ?તેથી પશ્ચિમી સંસ્કૃતિના દિવસને ભલે પ્રેમ ના ઈઝહાર માં ઉજવવી એ ,પરંતુ તેને નિભાવવા ભારતીય સંસ્કૃતિનું ઉદાહરણ લઈએ.
” મોહબ્બત પહેલી, બીજી, ત્રીજી નથી હોતી ,પરંતુ પહેલા, બીજા એમ વ્યક્તિ સાથે હોય છે. હા ,પરંતુ પહેલી વ્યક્તિ સાથે કરેલી મહોબત જરા વધારે *જહન* મા ઉતરી જાય છે.”લેખિકા- મિતલ બગથરીયા









