
જામનગર શાળા નંબર ૧૮ ખાતે “રાષ્ટ્રીય કૃમિનાસક દિવસ” ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાણાખાણ આરોગ્ય કેન્દ્રના, મેડીકલ ઓફિસર ડો.ધારા ત્રિવેદી, ડો.બ્રિજેશભાઈ કરંગીયા દ્વારા “રાષ્ટ્રીય કૃમિનાસક દિવસ” વિષય વિશે માર્ગદર્શન આપવામા આવ્યું અને કૃમિમુક્ત બાળક : તંદુરસ્ત બાળક – વિષયક સચોટ વ્યાખ્યાન આપવામા આવ્યું હતું. ફાર્માસિસ્ટ હિતેશભાઈ હડિયલ અને ભારતીબેન ચાવડાએ સહાયક સેવા આપી હતી. રાષ્ટ્રીય કૃમિનાસક દિવસ પર શાળાના ૬૯૮ બાળકોને કૃમિનાશક દવા (ગોળી) આપવામાં આવી હતી. સી.આર.સી. કો. કિશોરભાઇ મઘોડીયા અને શાળાના મુખ્ય શિક્ષક દીપક પાગડાએ રાષ્ટ્રીય કૃમિનાસક દિવસ જેવા આરોગ્ય અને હેતુકક્ષી કાર્યક્રમને સફળ બનાવવા માટે યુ.એચ.સી ટીમ અને પ્રયત્નશીલ તમામ શિક્ષકોને ધન્યવાદ પાઠવ્યા હતાં.

[wptube id="1252022"]





