
તુર્કી અને પડોશી દેશ સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકોના મોત થયાના અહેવાલ આવી રહ્યા છે. આ ઉપરાંત આ શક્તિશાળી ભૂકંપમાં અંદાજે 63 હજાર જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.
આ ભૂકંપમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભૂકંપને કારણે ભારે તારાજી સર્જાઈ છે અને રાહત અને બચાવ કાર્ય માટે ઘણી ટીમ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં લાગેલી છે.માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે અત્યારે મોટી સંખ્યામાં લોકો ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. ભારત સહિત અમેરિકા અને ચીન જેવા દેશોએ તુર્કી અને સીરિયામાં રાહત સામગ્રી અને અન્ય સહાય મોકલી છે.

[wptube id="1252022"]





