
મુંબઈ: થાણે નજીક દિવામાં ૬૦ વર્ષીય વિકૃત વૃધ્ધ દ્વારા પોર્ન વિડીયો બતાડીને સાત વર્ષીય અને નવ બે બહેનનું લૈગિક શોષણ કરવામાં આવ્યું હતું. આ મામલામાં મુંબ્રા પોલીસ સ્ટેશનમાં આ નરાધમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
દિવા ઈસ્ટના ઓમકાર નગર વિસ્તારમાં આ ઘટના બની હતી. પીડિત બાળકીઓની પડોશમાં જ આરોપી રહેતો હતો. આરોપીએ બંને બહેનોને જમવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવી હતી. તેણે પહેલા નવ વર્ષની બાળકીને અશ્લીલ વિડીયો બતાવીને તેની સાથે દુષ્કૃત્ય કર્યું હતું.
પછી વિકૃત સિનિયર સિટીઝને વિડીયોમાં દર્શાવાતી અશ્લીલ હરકત બાળકીને કરવા દબાણ કરવાનું કર્યું હતું. તેણે સાત વર્ષની બાળકી સાથે પણ આવી જ રીતે લૈંગિક અત્યાચાર કર્યો હતો. ગત બે મહિનામાં તેણે ઘણી વખત બંને બાળકીને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી.
પરંતુ વારંવાર બનતી ઘટનાની બાળકીએ તેની માતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. પીડિત છોકરીઓની માતાએ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી. મુંબ્રા પોલીસે વધુ તપાસ આદરી છે.










