NATIONAL

CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી શરુ, જાણો એડમિટ કાર્ડ કઈ રીતે કરશો ડાઇનલોડ

કેન્દ્રીય માધ્યમિક બોર્ડ CBSEની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના એડમિટ કાર્ડ બોર્ડની વેબસાઈટ પર મુકી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને સ્કુલના સંચાલકો હવે બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર જઈ ડાઉનલોડ કરી શકશે.  આ સાથે CBSE ના પ્રાઈવેટ પરીક્ષાર્થીઓ માટે પણ એડમિટ કાર્ડ જારી કરી દેવામાં આવ્યા છે. જેથી તેઓ બોર્ડની વેબસાઈટ પર જઈ ડાઉનલોડ કરી શકશે.

CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી શરુ

દેશમા CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. જેમા ધોરણ 10 ની પરીક્ષા 21 માર્ચ અને 12માની પરીક્ષા 5 એપ્રિલના રોજ પુરી થશે. અને ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો ટાઈમ સવારે 10.30 થી શરુ થશે જ્યારે બપોરે 1.30 કલાકે પુર્ણ થશે.

CBSE બોર્ડના ધોરણ 10અને 12ના એડમિટ કાર્ડ કઈ રીતે કરશો ડાઇનલોડ

  • 1. CBSE ના અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર જાઓ.
  • 2. સ્કુલ લોગ ઈન પેજ પર જઈ લોગ ઈન કરો. આ માટે સ્કુલના આચાર્યને તેનુ યુજર આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યુ છે.
  • 3. યુજર આઈડી અને પાસવર્ડ અને જરુરી માહિતી દાખલ કરી સબમિટ પર ક્લીક કરો.
  • 4. આ પછી સ્કુલના વિદ્યાર્થીઓના ધોરણ અનુસાર એક સાથે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
  • 5. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવી લો.
  • 6. હવે આ પ્રિન્ટની કોપી પર સ્કુલના આચાર્ચના સહી સિક્કા કરાવી લો અને અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને વિતરણ કરી દો.

[wptube id="1252022"]
Back to top button