જૂનાગઢ મહાશિવરાત્રી મેળાની વ્યવસ્થા અને જરૂરી સુવિધાઓ માટે બેઠક યોજાઈ

કલેક્ટરની અધ્યક્ષત્તામાં આયોજિત બેઠકમાં સાધુ-સંતો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મેળાના સૂચારૂ આયોજન અને લોકો માટે જરૂરી વ્યવસ્થાઓનું યોગ્ય સંકલન થઈ શકે તે માટે કલેક્ટર રચિત રાજના અધ્યક્ષત્તામાં સાધુ-સંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ભવનાથ મંદિરના મહંત અને અખાડા પરિષદના સંરક્ષણ મંત્રીે હરીગીરી, ઇન્દ્રભારતી બાપુ, શૈલજાદેવીજી, મેયર ગીતાબેન પરમાર સહિતના સાધુ-સંતો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર રચિત રાજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની વિગતો આપી હતી. સાથે જ સાધુ-સંતોના આશીર્વાદથી શ્રેષ્ઠ મેળો યોજાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહંત હરીગીરીજી મહારાજે મહાશિવરાત્રીના મેળાની આદ્યાત્મિક ગરીમા જણાવતા કહ્યું કે, મહાશિવરાત્રીનો મેળો દરેક ભાવિક-ભક્તોનો મેળો છે, અને કાયમ માટે રહેવાનો છે. ત્યારે આ મેળામાં ભારતભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ પધારવાના છે. જેથી કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તકેદારીઓ રાખવી અવશ્યક છે. આ સાથે તેમણે કેટલીક મૂળભૂત સુવિધાઓ માટે જરૂરી સૂચનો કર્યા હતા. જેથી મેળા દરમિયાન ભાવિકોને કોઇ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
આ બેઠકમાં સફાઈ, ટ્રાફિક, સુરક્ષા, ઉતારા મંડળની વ્યવસ્થાઓ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશ પણસારા, નગરસેવક એભાભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ઉતારા મંડળના ભાવેશ વેકરિયા મહાનગરપાલિકાના કમિશનર તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા, નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના
અધિકારીઓ સાધુ સંતો-મહંતો, અને પદાધિકારીઓ અને ઉપસ્થિત રહ્યા હતા.





