MORBIMORBI CITY / TALUKO

ગોધરા ખાતે બાળરોગ નિદાન માટે ફ્રી ચેકઅપ મેગા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.

ગોધરા ખાતે બાળરોગ નિદાન માટે ફ્રી ચેકઅપ મેગા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદના પ્રખ્યાત ત્રણ બાળરોગ નિષ્ણાતોએ સેવા આપી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે તારીખ 5 2 2023 ના રોજ બાળ રોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ગુજરાતના ખ્યાતનામ બાળ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા ફ્રી મેગા નિદાન કેમ્પ લાઈફ લાઈન હોસ્પિટલ-ગોધરા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ ના પ્રખ્યાત ડોક્ટર ઈમરાન પટેલ,ડો ઝુલ્ફીકાર લુહાર ડોક્ટર તાહા દાગીનાવાલાએ સેવા આપી હતી. આ આયોજન પંચમહાલ જિલ્લાના મુસ્લિમ સમાજના સામાજિક યુવા આગેવાનો અનસ ભાઈ અંધી, ઈસ્માઈલભાઈ જભા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધુ સંખ્યામાં બાળ દર્દીઓએ લાભ લીધો હતો.


લોકોએ આ સેવાકીય ઉત્તમ કામગીરીને બીરદાવી હતી તેમજ આયોજકો અને લાઈફ લાઈન હોસ્પિટલના સ્ટાફ તેમજ અમદાવાદ થી પધારેલ ત્રણેય ડોક્ટરો નો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button