મોરબી થી ધંધુકા ભડીયાદ પદયાત્રી મેદની એ સર્વે સેવા ભાવિઓ નો આભાર વ્યક્ત કર્યો

મોરબી થી ભડીયાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરી નિમિત્તે રાષ્ટ્રીય તિરંગા ને સલામી આપી હજરત મહેમુદ શાહ બુખારી ના ઉર્સ મુબારક ની પગપાળા જતી મેદની એ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં મહેમુદ શાહ બુખારીના છીલ્લા મુબારક ખાતે સવારે 9:00 વાગ્યે 26 જાન્યુઆરીએ તિરંગા ને સલામી આપી 200થી વધુ વ્યક્તિ ધુમ દાદા ધુમ બુખારી ના નારા સૂત્ર ચાર સાથે નિશાન શરીફ સાથે ડીજે ના તાલે પગપાળા જવા નીકળ્યા હતા તે સમય દરમિયાન વિવિધ હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા સેવા કાર્ય અંતર્ગત પગપાળા પદયાત્રી મહેમાનો આવકાર સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં દર વર્ષે મોરબીના ચંગલશાહ પીર દરગાહ ખાતે જમણવાર ની વ્યવસ્થા કરતા દાઉદભાઈ મોવર એકતા કમિટી તેમજ અલી ગ્રુપ વીસીપરા ના ભાઈઓ અને બહેનોએ તમામ પદયાત્રી મેદની ને સેવા આપી હતી તે તમામ સેવા આપનાર વ્યક્તિઓ જેન્યુન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ અને ઉર્સ મુબાર હજરત મહેમુદ શાહ બુખારી ની મેદની સંચાલ આરીફ ભાઈ બ્લોચ તેમજ તેની ટીમ ના નિશાનદારો અફઝલ શાહમદાર શરીફ પીરઝાદા તેમજ ઈકબાલ સિપાઈ સાહિલ બ્લોચ તેમજ સલીમ બાપુ પીરજાદા તેમ રહેમાન ભાઈ મુસાણી સહિત મુરાદભાઈ વગેરે પદયાત્રીઓ દ્વારા આવકાર સન્માન મેદનીને કરતા સેવા ભાવી ઓનું દિવાલ ઘડિયાળ આપી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાબેતા મુજબ કોમી એકતાના પ્રતીક મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે મહંત શ્રી ભાવેશ્વરી માતાજી અને મુકેશભાઈ મહારાજ સહિત આશ્રમના સેવકો દ્વારા ચા પાણી વ્યવસ્થા સાથે મેદીની ને આવકારેલ હતી તેનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો છે તેમજ ચરાડવા ખાતે મેદની ની સેવા પૂરી પાડતા હનીફ ભાઈ મુલતાની દ્વારા તમામ પગપાળા મેદની ને મેડિકલ તેમજ ચા પાણી નાસ્તો જમવાની વ્યવસ્થા પૂરી પાડેલ તેનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો છે ત્યારબાદ ધાંગધ્રા ખાતે પગપાળા જતી મેદીનું આગમન થતા ની સાથે સૈયદ ઐયાઝ બાપુ બુખારી અને તેમની કમિટીના કાર્યકરોએ જમણવાર ની વ્યવસ્થા સહિ તની સેવાઓ આપી હતી અને સોહિલભાઈ ટાય એ ધાંગધ્રા થી ભડીયાદ સુધી પેટ્રોલિંગ કર્યું હતું તેઓ દ્વારા ચા પાણી ઠંડા નું વ્યવસ્થા કરવામાં આવી હતી અને ધાંગધ્રા બાદ આવતા સીતાપુર બપોરે જમણવારની વ્યવસ્થા ઇમરાન ભાઈ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે આગમન થતા રાત્રે રોકાણ જમણવાર સહિત ચા પાણી નાસ્તા મેડિકલ સેવા સાથે તાજીયા નંબર એક હુસેની કમિટીના યાસીનભાઈ અને તેની ટીમ દ્વારા સારી એવી જહેમત મુકાવી હતી સુરેન્દ્રનગર થી લીમડી પગપાળા મેદીની પહોંચી હતી જ્યાં આવકાર સાથે સન્માન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને રાત્રે રોકાણ પણ ત્યાં જ દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું ત્યારે જ્યાં આરામ કરવા તેમજ જમવા અને મેડિકલ સેવા સહિત ની સેવા પૂરી પાડવામાં આવી હતી જેના આયોજક સંચાલ સોહિલભાઈ મુલતાની તેમજ શાહબુદ્દીન ભાઈ અને સલીમભાઈ સારી એવી જહેમત ઉઠાવી હતી સાથો સાથ સેવા કાર્ય અંતર્ગત વારીસ મંડપ ના તમામ સભ્યો એ ચા પાણી નાસ્તો નહીં વ્યવસ્થા કરી આપી હતી મોરબી થી ભડીયાદ ધુમ દાદા ધુમ બુખારી ના નારાઓ સાથે સમગ્ર મેદની 200થી 300 પ્રમુખ આરીફ ભાઈ બલોચની આગેવાની હેઠળ જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેદની શરીફ ના પદયાત્રીઓ પગપાળા દરમિયાન ઠેર ઠેર સન્માન આવકાર સાથે જમવા મેડિકલ ઠંડા પીણા તેમજ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરનાર તમામ હજરત મહેમુદ શાહ બુખારી ના ચાહકો દ્વારા આસ્થાભેર સન્માન સાથે આવકાર કરવામાં આવ્યું હતું તે હળવદના એકે સરકાર મુનાવર બાપુ સૈયદ. ફ્રેન્ડ્સ કમિટી. ઈમ્તિયાઝ ભાઈ તથા સલીમ ભાઈ બુખારી કમિટી તેમજ હિન્દુ સમાજનું દયાવાન ગ્રુપની દયા મેદીની પર દર વર્ષે વરસી રહી જેના દ્વારા મેડિકલ કેમ્પ ની સેવા પૂરી પાડેલ છે તેમજ પોલીસ તંત્ર બંદોબસ્ત મામલતદાર કલેકટર વગેરે વગેરે તમામ નામી નમી હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો સભ્યો નો હદય પૂર્વક જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફભાઇ બલોચ અને હજરત મહેમુદ શાહ બુખારી ઉર્સ મુબારક ભડીયાદ શરીફ ના પગપાળા મેદીના સંચાલક એ આરીફભાઇ સર્વેનું સન્માન સાલ ઓઢાડી દિવાલ ઘડિયાળ અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે









