અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા (વલ્લી ) થી રેલ્લાંવાડા રસ્તા પર તંત્ર દ્વારા માત્ર ખાડાઓ ભરી ને જનતાને આશ્વાસન આપ્યું,પણ નવો રસ્તો ક્યારે જનતા માંગે છે જવાબ…?
મોડાસા થી રેલ્લાંવાડા થી હિંમતપુર સુધીનો માર્ગ છેલ્લા કેટલાય સમય થી ખંડિત હાલતમાં છે ઠેળ ઠેળ ખાડોઓ છે છતાં પણ અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા નું સમાર કામ પણ કરવામાં આવતું ન હતું પણ જનતા દ્વારા રસ્તો રોકો આંદોલન ની ચીમકી કરતા અંતે તંત્ર જાગ્યુ પણ માત્ર એને ખાડા ભરવામાં જ રસ હોય છે તેવું લાગી રહ્યું છે.જનતા એ રસ્તાના નવીનીકરણ માટે રજુઆત કરી તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર ખાડા પુરવાનું કામ હાથ ધરાયું. પણ સવાલ ઉભો એ થાય છે કે 8 કરોડ થી વધુ રકમનો રસ્તો મંજુર થઇ ગયો અને જોબ નંબર પણ મળી ગયો છતાં નાણા કેમ નથી ફળવાતા કે વર્ક ઓડર કેમ નથી મળતો એ મોટો સવાલ છે.તો પછી નવી રસ્તો બનાવવા ની વાત ત જ કયા રહી તેવી બાબતો ને જોતા હવે આમ જનતા પણ કંટારી છે અને ઝડપથી રસ્તો નઈ બનાવવામાં આવે તો પાચ દિવસની અંદર રસ્તા રોકો આંદોલન ની ચીમકી સાથે અરવલ્લી કેલેકટર ને આવેદન પત્ર પણ આપ્યું છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના મોડાસા (વલ્લી )થી હિંમતપુર વાયા વાવકંપા-રેલાવાડા રોડ ખુબ જ બિસ્માર હાલતમાં છે.ઠેર-ઠેર ઊંડા ખાડા પડી ગયેલ છે. અનેક વખત રજુઆત કરવા છતાં કોઈજ પરિણામ આવતું નથી ચુંટણી વખતે પણ વાયદા કરવામાં આવતા હતા કે ભાજપની સીટ લાવી ઉમેદવાર જીતાડો નો તાત્કાલિક રસ્તો થઇ જશે પરંતુ સરકાર બનવાને પણ બે માસનો સમય વીતી ગયો પરંતુ કોઈજ હકારાત્મક પરિણામ મળતું નથી હવે આ વિસ્તારની જનતાની સહનશક્તિનો અંત આવી ગયો છે ત્યારે આવેદન પત્રથી સરકારનું ધ્યાન દોર્યું છે અને જો ટૂંક સમયમાં રોડ બાબતે કોઈ જ હકારાત્મક જવાબ કે રસ્તાનું કામ ચાલુ નહિ થાય તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે
અરવલ્લીના માર્ગ અને મકાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર
હાલ રસ્તાના ખાડા ભરવાનું ચાલુ છે વધુમાં નવીન રસ્તા બાબતે જણાવ્યું હતું કે રસ્તો મંજુર પણ થઇ ગયો છે સરકાર માં ટેન્ડર પણ ખોલી દેવામાં આવ્યું છે અને એજન્સી પણ નક્કી થઇ ગઈ છે અને મંજૂરી માટે સરકાર માં છે ઉપરાંત એ પણ જણાવ્યું હતું કે એજન્સી માં કોમ્પ્યુટેશન થાય અને પછી ટેન્ડર સરકારમાં મંજૂરી માટે જાય તેમ જણાવ્યું હતું.વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ટેન્ડર મંજુર ના થયું એટલે બની શકે અને જ્યાં સુધી વર્ક ઓડર હાથ પર ના આવે ત્યાં સુધી કામ લાગેલું કહેવાય પણ ચાલુ ના કરી શકે તેવું ટેલિફોનિક પર જણાવ્યું હતું અને અધિકારી દ્વારા ગોર ગોર જવાબ આપ્યા હોય તેવું સ્પષ્ટ પણ કહી શકાય છે.જો ટેન્ડર પાસ ના થયું હોય તો એજન્સી કઈ રીતે આપી દેવામાં આવે છે તે પણ સવાલ ઉભો થયો છે








