
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી : ફૂટા તળાવના પાણીનો બગાડ અટકાવવા તથા કોઠી રીપેરીંગ કરાવવા બાબતે લેખિત રજુઆત કરવા છતાં તંત્ર ઉંગમાં

મેઘરજ તાલુકામાં આવેલ ઇસરી ફૂટા તળાવ માં મોટી માત્રામાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ સિંચાઈ વિભાગની બેદરકારી ને લીધે તળાવ નું પાણી ઉપયોગમાં આવતું નથી અને નકામું વહી જાય છે જેનું કારણ છે તળાવની કોઠી લીકેજ છે અને કેનાલ પણ ખંડિત છે વધુમાં તળાવ ની કેનાલ મો મસ મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય તેવું પણ જોઈ શકાય છે સરકાર સિંચાઈ વિભાગ ને લાખો રૂપિયા ની ગ્રાન્ટ કેનાલ રીપેરીંગ કરવા અને સાફ સફાઈ માટે ફારવે છે પણ અહીં તો તંત્ર માત્ર બીલો પાસ કરવા બેઠી હોય તેવું ધ્રશ્યો માં જોઈ શકાય છે ત્યારે ઈસરી ગામના જાગૃત નાગરિકો દ્વારા સિંચાઈ વિભાગને ફૂટા તળાવના પાણીનો બગાડ અટકાવવા તથા કોઠી રીપેરીંગ કરાવવા બાબતે લેખિત રજુઆત કરવા છતાં તંત્ર જાણે ઉંગમાં હોય તેવુ લાગી રહ્યું છે કેનાલ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર આજ દિન સુધી ફરક્યું નથી ત્યારે ગ્રામજનોની વિનંતી છે કે ગામની નજીક કૂટા તળાવ આવેલું છે જેમાં સિંચાઈ માટે કેનાલ બનાવવામાં આવેલી છે, જે છેલ્લા દસ વર્ષથી કોઠી ડેમેઝ થવાના કારણે તળાવનું પાણી સતત વહી જાય છે અને પાણીનો ખોટો બગાડ થાય છે આ બાબતે રીપેરીંગ કરવા વારવાર રજુઆત કરવા છતાં કોઈએ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે આ બાબતે તંત્ર જાગે અને ઝડપથી સત્વરે કેનાલની સફાઈ તથા કોઠી રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે તો સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો છેવટે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું








