MORBIMORBI CITY / TALUKO

આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલું કે તરત એક શબ્દ વારે ઘડીએ સાઇટ્સ પર જોવા મળે છે – ભામાશા, ભામાશા અને ભામાશા: કાસમ સુમરા

આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલું કે તરત એક શબ્દ વારે ઘડીએ સાઇટ્સ પર જોવા મળે છે – ભામાશા, ભામાશા અને ભામાશા: કાસમ સુમરા

ખરેખર ભામાશા શબ્દ યોગ્ય છે કે કોઈ જાણી જોઈને રાજકીય શતરંજ નો ભાગ છે ?

(કાસમ સુમરાની ફેસબુક વોલ પરથી): વાત જાણે એમ છે કે મોરબી ઝુલતા પુલ પર ગફલતભરી, બેફિકરાઈ, અને અણસમજ અથવા ભ્રષ્ટાચાર ભરી ભુલથી મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સર્જાઈ જેમાં ૧૩૬ નિર્દોષ માનવ આત્માએ શહિદીહોરી જેમાં મોરબી સિમેન્ટ રેતી મિક્સ કરનાર થી ગેઇટમેન , ટીકીટ બુકિંગ કરનાર નગરપાલિકા ચીફ ઓફિસર સુધીના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી

જેવી તપાસ ઉંડી ઉતરી તરત મુખ્ય આરોપી તરીકે કામ રાખનાર કંપની ના માલિક પર કાયદાકીય કાર્યવાહી કરવા ની મીટ મંડાઇ તરત ચારો તરફ એક ચોક્કસ વર્ગ તેને કાયદાકીય કાર્યવાહી થી અળગા રાખવા જાત જાતના નુસખાઓ અપનાવી તે કંપની માલીક જાણે કોઈ ભુલ નથી કરી અને પોતે દાનવીર છે તેવી પેરવી ચલાવવા મેદાનમાં ઉતર્યું ખાસ કરીને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ચારો તરફ એક જ શબ્દ ભામાશા ભામાશા અને ભામાશા

આજે ભામાશા ની પદવી આપનાર તમામ લોકો સમક્ષ મારો જાત અનુભવ શેર કરવાનું મને પણ મન થયું

હું ગરીબ મધ્યમ ઘર માંથી આવું છું મેં મારો અભ્યાસ પુરો કરી પરિવારને આર્થિક સ્થિતિ માં સુધાર આવે તે માટે એક આશ બાંધી કે ચાલો મોરબીમાં એક સારુ મોટું નામ ધરાવતી કંપની છે ત્યાં ઇન્ટરવ્યૂ આપીને ઘર પરિવાર ની મહત્વકાંક્ષા પુરી કરવા નોકરી કરું પગાર માંથી બચત કરીને બુઝુર્ગ માતાપિતા અને ભાઇ બહેન ની આર્થિક સ્થિતિ સુધારવાની પહેલી શરુઆત કરુ , નેકદિલી અને ઇમાનદારી થી મને રોજગારી પુરી પાડનાર કંપની અને એમના માલિકને મારા ટેલેન્ટ થી કામમાં મદદરૂપ બનુ અને સારા પગાર માંથી મારો અને કુટુંબ નો સર્વાંગી વિકાસ કરું

ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી, સપનાંઓ ના રણીયામણા ડુંગર જેવી આશા લઇને ઇન્ટરવ્યૂ આપવા ગયો, શરુઆત માં બોલવાની છટા અને કામ કરવાની લગન ઇન્ટરવ્યૂ લેનાર ને મંત્રમુગ્ધ કર્યા, મારા અભ્યાસ ના સર્ટિફિકેટ માંગવામાં આવ્યા મનમાં થનગનાટ થયો આજે તો મારા તમામ સપનાંઓ પુરા થશે મને સારા પગાર થી નોકરી મળશે જેવા ડોક્યુમેન્ટ આગળ કર્યા તેમાં મારું નામ જ્ઞાતિ ધર્મ જોવામાં આવ્યું તરત મારી આવડત, બોલાવાની છટા, કામ કરવાની લગન, અને અભ્યાસ જોયા વગર કહી દેવામાં આવ્યું સોરી આપને આ કંપની માં નોકરી પર નહીં રાખી શકિએ અમારો રુલસ છે અમે અમુક ચોક્કસ જ્ઞાતિ ધર્મ ના લોકો ને કંપની માં નથી રાખતા, મારા તમામ સપનાંઓ, અરમાન, બધું પડી ભાંગીયુ બસ નિરાશ થયા વગર મનને કઠણ રાખીને ચાલતી પકડી પણ એક નિસાસો જરુર નાખ્યો કે આ શેઠ પાસે માનવંતા નથી અને કદાપિ નહીં રાખે આને કુદરત જરુરતથી વધુ બદલો આપશે પણ મનમાં એ પણ સવાલ ઉત્પન્ન થયો આ શેઠ ને મોટા શેઠ બનાવવામાં મારા ધર્મ ના વ્યક્તિ નો સિંહ ફાળો રહ્યો હશે અને કાટીયા વર્ણ ના વ્યક્તિ નો પણ ફાળો રહ્યો હશે તો જ આ આવડો મોટો શેઠ બની શક્યો હશે

ઉપર નો સવાલ છેક મને 18 વર્ષે આ ઘટના બની પછી મનને કોરી ખાતો હતો કે એ કોણ હશે જેમને માનવતાવાદી સત્કાર્યો કર્યા હશે અને કોનો સીહ ફાળો હશે જેમને આ શેઠને મદદરૂપ બનીને આવડાં મોટા શેઠ બનાવ્યા તે તપાસ કરી તો જાણવા મળ્યું કે મોરબી પાસે આવેલ ચાચાપર ગામમાં એક મુસ્લિમ પરિવાર રહેતો હતો જે દાદા રેલવે માં નોકરી કરતા અને એક લુહાર ની કોળ હતી તે લુહાર સમાજના દાદાએ શેઠનાં પપ્પા ને જે તે સમયે આર્થિક મદદ કરી હતી અને સરદાર બાગ પાસે પ્લોટ લેવડાવ્યા અને ધંધો રોજગાર ની શરૂઆત માં એ બંને માનવતાવાદી વડીલોએ એ શેઠનાં પીતાને ફુલ નહિ તો ફુલની પાંખડી મિત્રતાના દાવે મદદરૂપ થયા હતા

કહેવાનો મતલબ કોઈ વ્યક્તિ વિરોધ કે કોઈ ને નિચા દેખાડવા કે ઉતારી પાડવાનો નથી બસ અમુક સમયે યોગ્ય વ્યક્તિ ને ઉપયોગ થવાની જગ્યાએ એવા નાશીપાસ ન બનાવો કે તે વ્યક્તિ ના હ્દય માંથી કોઈ નિસાસો નિકળે, માનવતાવાદી બનશો તો ખરેખર ભામાશા કહેવડાવશો બાકી રાજકીય શતરંજ થી ભામાશા નથી બની જવાતું, ભામાશા બનવા માટે ઘરના નહીં દિલનાં દરવાજા ખુલા રાખે ત્યારે ભામાશા બની શકાય છે

મારી વેદના થી કોઈ ને ઠેસ પહોંચી હોય તો માનવતાવાદી બનીને માફ કરજો

[wptube id="1252022"]
Back to top button