NAVSARI

નવસારી: સોલધરા ઈકો પોઈન્ટની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લાના ચીખલી થી આશરે ૧૦ કિ.મી.ના અંતરે આવેલું સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે ખુબ જ જાણીતું બન્યું છે. તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે સોલધરા સહયાદ્રિ ઇકો પોઇન્ટની મુલાકાત લીધી હતી. સંચાલક અશોકભાઇ પટેલે મધ ઉછેર કેન્દ્ર, ઔષધિય છોડો, વર્મી કમ્પોસ્ટ, એનિમલ, મત્સ્યપાલન જેવી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતાં. તેમજ ઇકો પોઇન્ટની વિવિધ શાળાના વિદ્યાથીઓ પણ મુલાકાતે આવે છે. બાળકો ફિયરલેસ કમાન્ડો નેટ ઝાડો પર બનાવેલા ટ્રી હાઉસની મઝા લઇ આનંદિત થાય છે. જિલ્લા કલેકટરશ્રી સહયાદ્રિ ઇકો પોઇન્ટની મુલાકાતથી ખૂબ જ પ્રભાવિત થયા હતાં.

[wptube id="1252022"]
Back to top button