
હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા બાર એસોસિએશનના સ્થાપક પ્રમુખ સંજયભાઈ ભાગિયાની નોટરી તરીકે વરણી થયેલ છે.યુવાન એડવોકેટ સંજયભાઈ ભાગિયાં રાજકીય, સામાજિક ,શૈક્ષણિક, સહકારી અને સેવા ના કાર્યો માં અગ્રેસર છે. વિનમ્ર સ્વભાવ ના એડવોકેટ સંજયભાઈ ભાગિયાં લોકપ્રિય છે અને લોક ચાહના ધરાવે છે.સંજયભાઈ ભાગિયાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર,શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના મંત્રી ,એમ આર બી એજ્યુકેશન ટ્રસ્ટના મીતાણા ના પ્રમુખ,શ્રી ટંકારા પીપલ શરાફી મંડળી ટંકારાના ચેરમેન ,શ્રી મોરબી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (સરકાર નિયુક્તિ) ના સભ્ય,ટંકારા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી
અને ટંકારા બાર એસોસિએશનના સ્થાપક પ્રમુખ છે.
સંજયભાઈ ભીખાભાઈ ભાગિયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે વરણી કરાયેલ છે

ટંકારા બાર એસોસિયેશન ના પ્રમુખ અલ્પેશભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ રાહુલભાઇ ડાંગર, ભુતપૂર્વ પ્રમુખ આર. જી. ભાગીયાં, પરેશભાઈ ઉજરિયાં, મુકેશભાઇ બારૈયા, અમિતભાઈ જાની, અરવિંદભાઇ છત્રોલા, અતુલભાઈ ત્રિવેદી સહિત ટંકારા મોરબી બાર એસોસિયેશન ના વકિલો તથા સીવીલ કોર્ટે સ્ટાફ, સબ રજીસ્ટાર સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવાયેલ છે .









