JETPURRAJKOT

જેતપુર નગરપાલિકામાં પીઓએસ મશીન થી ડોર ટુ ડોર ટેક્ષ કલેક્શન શરૂ કરાયું 

તા.૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર નવાગઢ નગરપાલિકામાં ઘરે ઘરે જઈ પીઓએસ મશીન દ્વારા ટેક્ષ સ્વીકારશે

જેતપુર ની જનતા ને નગર પાલિકા નો ટેક્ષ ભરપાઈ કરવા વધુ એક આધુનિક વ્યવસ્થા નો લાભ પ્રાપ્ત થયો

જેતપુર -નવાગઢ નગરપાલિકામાં વેરા ભરપાઈ કરવા માટે લોકો ને વધુ એક આધુનિક વ્યવસ્થા આપવા માટે નગરપાલિકા તથા કોટક મહિન્દ્રા બેન્કના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકા શ્રી ધીમંત કુમાર વ્યાસના અધ્યક્ષ સ્થાને કોટક મહિન્દ્રા બેન્કના રીજીયોન મેનેજર શ્રી નીરવ ની ઉપસ્થિતિમાં પીઓએસ મશીન દ્વારા ડોર ટુ ડોર ટેક્ષ અને અન્ય વેરાઓ લોકો ને ભરપાઈ કરવા નગરપાલિકા કચેરી ખાતે જવું ન પડે તે માટે પી ઓ એસ મસીન દ્વારા ડોર ટુ ડોર વેરા સ્વીકારવા ની સુવિધા નો પ્રારંભ આજે જેતપુર નગર પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમ માં કરવામાં આવ્યો હતો,

જેતપુર નવાગઢ નગરપાલિકામાં ૧૧-વોર્ડમાં ૧૧- પી.ઓ.એસ .મશીનથી ઘરે ઘરે જઈ ને નગર પાલિકા ના કર્મચારી ટેક્ષ સ્વીકાર કરશે તેવી આધુનિક નવી વ્યવસ્થા જેતપુર શહેર ની જનતા ને આપવા માં આવી છે

જેમાં જેતપુર નગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડ માં નગરપાલિકાના કર્મચારીઓ ડોર ટુ ડોર લોકોના ઘરે દુકાને અથવા વ્યવસાયના સ્થળ પર જઈ ટેક્ષ (વેરો) સ્વીકારશે આ સુવિધાથી ટેક્સ ભરવામા લોકો ના સમય નો બચાવ થશે અને તેને આ આધુનિક સુવિધા થી ઘરે બેઠા ટેક્ષ વેરો ભરી પહોંચ મેળવી શકશે.

” પીઓએસ મશીન દ્વારા ટેક્ષ કલેક્શન” ના શુભારંભ પ્રસંગે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા શ્રી ધીમંતકુમાર વ્યાસ એ જણાવ્યું હતું કે આ સુવિધાથી ટેક્સ ભરવા લોકોએ ટેક્સની બારી પર લાઈનમાં ઊભા રહેવું નહીં પડે અને ઓનલાઈન પોર્ટલના સર્વર બાબતે મુશ્કેલી માંથી પણ મુક્તિ મળશે અને ત્વરિત ટેક્સ ભરપાઈ કરી શકશે આથી જેતપુરની જનતાને એક નવી આધુનિક સુવિધા નો લાભ આજથી મળતો થયો છે.

નગરપાલિકા પ્રાદેશિક કમિશનર શ્રી ધીમંતકુમાર વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે જેતપુર ને ભવિષ્યમાં લોકો નું જીવનધોરણ મુશ્કેલી રહિત બને તે માટે આધુનિક સુવિધાઓ જેવી કે સીટી બસ સેવા ,મોડેલ ફાયર સ્ટેશન ,મલ્ટીપલ હોલ ,જેવી અત્યંત આધુનિક સુવિધાઓ જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારના લોકોને આપવામાં આવશે તે અંગેના આયોજનો થઈ રહ્યા છે .

આ પ્રસંગે જેતપુર -નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિન ગઢવી શ્રી દીપક પટોડીયા શ્રી કોટક મહિન્દ્રા ના અધિકારી શ્રી રૂપેશ જોષી શ્રી પૃથ્વીસિંહ (પી ઓ એસ ટીમ )તેમજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી જયસુખભાઈ ગુજરાતી સદસ્ય શ્રી ગોપાલભાઈ ડોબરીયા શ્રી રેખાબેન કમાણી શ્રી ચંદ્રેશભાઇ વિછી શ્રી નિલેશભાઈ વેકરીયા સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

પી ઓ એસ મસીન થી ઘરે ઘરે જઈ ટેક્ષ વેરો સ્વીકારવા ના શુભારંભ પ્રસંગે વોર્ડ નંબર ૬ જેતપુર કણકીયા પ્લોટના રહીશ નાગરિક શ્રી સાકરીયા ગિરધરભાઈ લાખાભાઈએ પી ઓ એસ મસીન થી એટીએમ કાર્ડ ઉપિયોગ કરી તેના મકાન નો વેરો ભરી ખુશી વ્યક્ત કરી હતી .

[wptube id="1252022"]
Back to top button