MORBIMORBI CITY / TALUKO

મોરબી માં સ્થાનિક ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો..

 


નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઇન્ડિયા (NASVI) દ્વારા મોરબી ના ટ્રેડ સેન્ટર ખાતે સ્થાનિક ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતુ, આ કાર્યક્રમ માં દિલ્હી થી ખાસ ઉપસ્થિત સિનિયર કોઓર્ડનેટર અજીતસાહેબ, તથા નગરપાલિકા એન યુ એલ એમ વિભાગ ના મેનેજર શ્રી ચિરાગભાઈ, જિલ્લા રોજગાર કચેરી ના શ્રી ચતુરભાઈ, અગ્રણી મહિલા સામાજિક કાર્યકર શ્રીમતી આરતીબેન રત્નાણી , જિલ્લા કમિટી સભ્ય શ્રીમતી હીનાબેન, પીએમકેવીવાય ના શ્રી નરેશભાઈ,તથા મોટી સંખ્યા માં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં આ તાલીમ કાર્યક્રમ માં હાજર વક્તાઓ દ્વારા માર્કેટ એજ્યુકેટર , પીએમ સ્વનિધિ ના લાભો, સ્વનિધિ થી સમૃદ્ધિ જેવા મુદ્દાઓ પર ખાસ જાણકારી આપવા માં આવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન NASVI મોરબી ના ઑર્ગેનાઇઝર પરેશ ત્રિવેદી તથા અસ્મિતા ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતુ.

[wptube id="1252022"]
Back to top button