
તા.૩૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ તેમજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)ના સંયુક્ત ઉપક્રમે ક્રેડિટ કેમ્પ (લોન મેળા) તા. ૧ ફેબ્રુઆરીને બુધવારના રોજ, સવારે ૧૧થી ૨ કલાકે, બહુમાળી ભવનના પહેલા માળે, હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
આ કેમ્પમાં કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા ચાલતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવશે. શ્રી વાજપાઈ બેંકેબલ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના જેવી સ્વરોજગારીની યોજનાકીય માહિતી તથા કુટિર ઉદ્યોગના કારીગરોને વિવિધ યોજનાકીય માર્ગદર્શન, સબસિડી વિશેની લાભોની માહિતી નિઃશુલ્ક આપવામાં આવશે.

ઉદ્યોગ, વેપાર તથા સર્વિસને આગળ વધારવા માટે ઓનલાઈન માર્કેટિંગનું માર્ગદર્શન ઈ.ડી.આઈ.આઈ. સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવશે. રજિસ્ટ્રેશન સરળતા માટે આર્ટિઝન કાર્ડધારકોએ પોતાના આધારકાર્ડ તેમજ આર્ટિઝન કાર્ડની કોપી સાથે લાવવા તથા રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ૬૩૫૭૨, ૩૯૭૬૦ ઉપર મેસેજ કરવાનો રહેશે.
આ અંગેની વધુ માહિતી માટે નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સેવાસદન-૨, બહુમાળી ભવન, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ તથા હસ્તકલા સેતુ યોજના, (કુટિર અને ગ્રામીણ ઈન્ક્યુબેટર), ગુજરાત કોટેજ ઇન્ડ્રસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર, ૪૦૧, સ્ટાર ચેમ્બર્સ, હરીહર ચોક, રાજકોટનો સંપર્ક કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટના જનરલ મેનેજરશ્રી કે.વી.મોરીની યાદીમાં જણાવાયું છે.








