SINOR

અંબાલી ગામે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પાઠશાળા માટેના હોલ નું ઉદઘાટન સમારોહ યોજાયો

શિનોર તાલુકાના અંબાલી ગામે બાવીસ વર્ષથી બ્રહ્માકુમારીની ગીતા પાઠશાલા ચાલી રહી હતી. અંબાલી ગામના સર્વ ભાઈ બહેનો દ્વારા આ પાઠશાળાને એક સુંદર નવું રૂપ આપી સત્સંગ માટે દિવ્યધામ હોલ નું નિર્માણ કરાયું હતું.
આજરોજ શિનોર શાખા નાં સંચાલિકા બ્રહ્માકુમારી ધરતી બેન નાં સાનિધ્યમાં હોલનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
જેમાં શ્રી સત્યનારાયણ દેવની કથા સાથે કાર્યક્રમની શરુઆત કરી પાઠશાળા હોલ ને ખુલ્લો મુકાયો હતો.
આ કાર્યક્રમ માં રાજયોગીની બ્રહ્માકુમારી જ્યોતિ દીદી તેમજ પુનેશ્વર થી ગીતા દીધી તેમજ બ્રહ્માકુમારી ડભોઇ ગ્રુપના સમગ્ર બહેનો તેમજ ગામના સક્રિય સભ્ય નટુભાઈ તેમજ દીપકભાઈ.મહેશભાઈ તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button