SINOR

સાધલી ગામે આવેલ હજરત ગઈબન શાહ બાવા ની દરગાહ પર ઉર્સ શરીફ ની ઉજવણી કરાઇ

વશિનોર તાલુકાના સાધલી ગામે સાધલી થી ટિંબરવા જવાના રસ્તે હજરત ગઈબન શાહ બાવા ની દરગાહ આવેલ છે જ્યાં હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ નાં લોકો ની આસ્થા આ દરગાહ પર જોડાયેલ છે.જ્યાં સૌની દુઆ.માનતા.મનોકામના પૂરી થતી હોય છે.
વાત કરીએ તો રાજસ્થાન ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત ખ્વાજા ગરીબ નવાઝ ની દરગાહ નાં ઉર્સ નાં દિવસે જ સાધલી ગામે આવેલ હજરત ગઈબન શાહ બાવા ની દરગાહ પર ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષ ની જેમ બપોરે બે વાગ્યે સાધલી મદીના મસ્જિદ થી જુલૂસ નીકળ્યું હતું અને હજરત ગઈબન શાહ બાવા ની દરગાહ પર પહોંચી દરગાહ પર ઉર્સ.સંદલ તેમજ ન્યાજ નો પ્રોગ્રામ યોજાયો હતો.
જેમાં સાધલી ગામ નાં લોકો તેમજ આજુબાજુના ગામના લોકો જોડાયા હતા.અને ફૈઝ થી માલામાલ થયા હતા.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button