JAMNAGARLALPUR

આરબલુસ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

પ્રજાસત્તાક પર્વ નિમિ્તે શ્રી આરબલુસ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.ધ્વજવંદન ગામની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી આરબલુસ પ્રાથમિક શાળાના બાળકો દ્રારા વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગરબો, સ્વચ્છતા ગીત,સ્વાગત ગીત, દેશભક્તિ ગીત ,વક્તવ્ય,બે નાટકો વેશભૂષા વગેરે રજૂ કરવામાં આવ્યા હતાં. આ તકે સરપંચશ્રી, ઉપસરપંચશ્રી ગ્રામ પંચાયતના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળા પરિવાર તેમજ ગામ સમસ્ત આ તકે ઉપસ્થિત રહેલ.આ તકે શાળા રિપેરિંગ માટે ફાળો આગળ વધારતા સ્વ. કરશનભાઈ તેજાભાઇ જેપાર તરફથી ૨૫,૫૨૫ રૂપિયા તેમજ જીતુભાઈ નારુભા જાડેજા તરફથી ૧૧,૧૧૧/- રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.ગામ તરફથી અંદાજિત કુલ ૯ લાખ રૂપિયા ફાળો કરી આપવામાં આવેલ છે.બીજા દાતાઓ દ્વારા પણ ફાળો લખાવવામાં આવેલ.સમસ્ત કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને ઉત્સાહિત બનાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button