મોરબીના લાતી પ્લોટમાં પટેલ ટ્રાન્સપોર્ટ પાસે ઉભરાતા ગટરના ગંદા પાણીથી દુકાનદારો રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા યોગ્ય નિકાલ કરવા માંગ ઉઠી

મોરબીના લાતી પ્લોટમાં પટેલ ટ્રાન્સપોર્ટ પાસે ઉભરાતા ગટરના ગંદા પાણીથી દુકાનદારો રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા યોગ્ય નિકાલ કરવા માંગ ઉઠી
લાતી પ્લોટમાં ભરશિયાળે ચોમાસા જેવો ઘાટ શેરીઓમાં ગંદા પાણી ફરી વળ્યા ગટરનો વર્ષો જુનો પ્રશ્ન હલ ક્યારે થશે સ્થાનીકોમાં ચર્ચા !!

મોરબી લાતી પ્લોટના ગટરના ગંદા પાણીનો પ્રશ્ન હોય કે ચોમાસે ભરાતા પાણીના નિકાલનો વર્ષો જુનો પ્રશ્ન હજુ સુધી હલ કરનાર કોઈ આગળ નથી આવ્યુ ત્યારે મોરબી પાલિકાને લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવતો લાતી પ્લોટની અતિ દયનીય હાલતથી સ્થાનીક દુકાનદારો અને રાહદારીઓમા ગણગણાટ જોવા મળી રહ્યો છે પાંચ પાંચ વર્ષે ચુંટણી ટાણે વાયદાઓ અને મતોનુ રાજકારણ રમી પાંચ વર્ષ સુધી ગાયબ રહેતા રાજકીય આગેવાનોને ભરશિયાળે વગર ચોમાસે લાતી પ્લોટ વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા ઝાંખીને જોવાની જરૂર છે કેમ કે વર્ષો જુનો પ્રશ્નનો હજુ નિકાલ કે હલ નહી કરાતા આજે ગટરના ગંદા પાણી લાતી પ્લોટ વિસ્તારના રોડ પર ફળી વળતા ભરશિયાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે જેના કારણે સ્થાનીક દુકાનદારો રાહદારીઓ વેપારીઓ ગટરના ગંદા પાણીથી ત્રાહીમામ પોકારી ગયા છે વેપારીઓની સાથે રાહદારીઓની અવરજવર વાળા રોડ પર ગંદા પાણી ફરી વળતા ના છુટકે સ્થાનીક વેપારીઓ અને રાહદારીઓને ગટરના અસહ્ય દુગર્ધ મારતા ગંદા પાણીમાં પસાર થવું પડી રહ્યુ છે.
લાતી પ્લોટ વિસ્તારના શેરી નંબર ૬ના છેલ્લે આવેલ પટેલ ટ્રાન્સપોર્ટ પાસે છેલ્લા 3 મહિનાથી ઉભરાતી ગટરના કારણે પાણી શેરીમાં ફરી વળ્યા છે જેના કારણે ફેક્ટરી અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને વેપારીઓ ના છુટકે અહી ધંધો રોજગાર માટે મજબુર બન્યા છે જ્યારે સ્થાનિક વેપારીઓ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે લાતી પ્લોટ વિસ્તારમાં ૨૪ કલાક ગંદકીના પાણી ચાલુ રહે છે ઉભરાતી ગટરના કોઈ કાયમી નિકાલ નથી કરવામાં આવતો નગરપાલિકાને વખતો વખત રજૂઆત કરવા છતા રજુઆતને ઘોળી પી જતા હોય તેમ આજદીન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી માત્ર રજૂઆત બાદ નગરપાલિકાની ટીમ મશીનો લઇને આવે છે પરંતુ યોગ્ય કામગીરી કરવાના બદલે જેવી તેવી સફાઈ કરીને રફુચક્કર બની સંતોષ માની હવામાં છુ થઈ જાય છે હાલ શિયાળો પોતાનો આકરા મિજાજ સાથે કાતિલ ઠંડીનો પ્રકોપ સાથે હાડ થીજાવતી ઠંડીનો ચમકારો બતાવી રહ્યો છે ત્યારે લાતી પ્લોટ વિસ્તારમાં ૨૪ કલાક વહેતા ગટરના ગંદા પાણીમાં પસાર થવા મજબુર બન્યા છે જેના કારણે ગંદકીના પાણીથી લોકોને ચામડીના રોગોનો ભય સતાવી રહ્યો છે જેથી વેપારી-રાહદારીઓની માંગ છે કે આગામી દિવસોમાં લાતી પ્લોટ વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તે પહેલા તાત્કાલીક ઉભરાતી ગટરનો નગરપાલિકા કાયમી નીવેડો લાવી યોગ્ય નિકાલ કરે તેવી માંગ ઉઠી છે.

આમ મોરબી લાતી પ્લોટ ગટરના પ્રશ્નથી ત્રસ્ત નેતાજી મસ્ત પાલીકા પસ્ત જેવા ઘાટથી ગટરના ગંદા પાણી આસમાને પહોંચ્યા હોવા છતા કોઈને કેમ નથી દેખાતા કે પછી ગટરના ગંદા પાણીની જેમ લાતી પ્લોટ વિસ્તારમાં પણ ગંદુ રાજકારણ જ જવાબદાર હોય તેમ વર્ષો જુના ગટરના ગંદા પાણીનો પ્રશ્ન હલ કરી શક્યા નથી જેના કારણે આજની તારીખે પણ લાતી પ્લોટના લોકો ગંદા પાણીમાં પસાર થઈને પીસાઈ રહ્યા છે તેવા લાતી પ્લોટને ગટરના ગંદા પાણીમાંથી બહાર લાવી વિકાસ મોડેલ બનાવવા અને નાના ઉધોગો તરફ લોકોનુ ધ્યાન કેન્દ્રિત થાય તેવો વિકાસ ક્યારે થશે મુખ્યત્વે અહીના વેપારીઓને ગંદા પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે તે હલ કરવા એકમાત્ર માંગ ઉઠી રહી છે.









