
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાની બાલાસિનોર તાલુકાની તળાવ દરવાજા પ્રાથમિક શાળા ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં ભણેલી દીકરી સીફાબાનુ ઝુલ્ફીકારઅલી સૈયદ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું .કાર્યક્રમમાં એસએમસી સભ્યો બિલકીસ બાનુ એચ. સૈયદ (સભ્ય નગરપાલિકા) કાદરઅલી સૈયદ ,કરિશ્મા બાનુ, મયુરભાઈ તથા શાળાના આચાર્યશ્રી અબુભાઈ શેખ, સ્ટાફ મિત્રો ,વાલીગણ બાળકો હાજર રહ્યા .અતિથિ વિશેષ તરીકે આમંત્રિત ઝુલ્ફીકાર અલી એ . સૈયદ (પ્રમુખ શના એજ્યુકેશન ટ્રસ્ટ) તરફથી શાળાના બાળકોને નોટબુક, ચોપડા અને કંપાસ કીટ 340 બાળકોને વિતરણ કરવામાં આવી. બાળકો થકી દેશભક્તિ ગીતો અને નાટકોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ સાથે વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું.
[wptube id="1252022"]








