MORBIMORBI CITY / TALUKO

મોરબીની દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા સાંકૃતિક કાર્યક્રમનું અદકેરું આયોજન

મોરબીની દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા સાંકૃતિક કાર્યક્રમનું અદકેરું આયોજન

તા.29.01.23 ને રવિવારના રોજ બપોરે 4.00 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા હાલ રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ મોરબી ખાતે હાલ કાર્યરત છે, જેમાં હાલ સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે, આ બાળકો પોતે પગભર થાય પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકે,સમાજ આ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપે એવા શુભાષયથી દિવ્યાંગ બાળકો દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભવના,રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે જેમાં દિવ્યાંગ બાળકો અભિનયના ઓજસ પાથરશે તો આ કાર્યક્રમ નિહાળવા અને દિવ્યાંગ બાળકોને અને એમની સાથે કામ કરતા અને આ બાળકોને જીવનના પાઠ શીખવતા તમામ શિક્ષિકા બહેનો તેમજ ટ્રષ્ટિ મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા,દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવા વગેરે મોરબીના તમામ સુજ્ઞ નાગરિકો,નગરજનોને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવેલ છે.

[wptube id="1252022"]
Back to top button