ENTERTAINMENT

‘પઠાન’નું ધમાકેદાર ઓપનિંગ, પહેલા દિવસે 55 કરોડની કમાણી

‘પઠાન’એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પહેલા દિવસે હિંદી વર્ઝને 55 કરોડનું બમ્પર ઓપનિંગ કર્યું છે. દુનિયાભરમાં ફિલ્મે 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. આ સાથે ‘પઠાન’ શાહરુખ ખાનની ફિલ્મી કરિયરની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. આ પહેલાં 2014માં આવેલી ‘હેપ્પી ન્યૂ યર’એ 42.62 કરોડનું કલેક્શન પહેલા દિવસે કર્યું હતું. તમિળ તથા તેલુગુ વર્ઝને 2 કરોડની કમાણી કરી છે. આમ ‘પઠાન’એ પહેલા દિવસે 57 કરોડનો બિઝનેસ કર્યો છે.

અનેક વિવાદો તથા વિરોધ થયો હોવા છતાં ‘પઠાન’ની કમાણી પર કોઈ અસર થઈ નથી. અંદાજે 250 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે સારી કમાણી કરી છે. માનવામાં આવે છે કે બીજા દિવસે ફિલ્મ ભારતમાં 100 કરોડની કમાણી કરી લેશે. રવિવાર, 29 જાન્યુઆરી સુધી ફિલ્મ 300 કરોડની આસપાસ બિઝનેસ કરે તેમ ટ્રેડ એનાલિસ્ટ માની રહ્યા છે.

વિવાદની કોઈ અસર ના થઈ
રિલીઝ પહેલા આ ફિલ્મનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મના ગીત ‘બેશરમ રંગ..’નો દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક લોકોએ દીપિકાની ભગવા રંગની બિકીની સામે વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મને બૅન કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે, ફિલ્મ રિલીઝ થઈ તો બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. ફિલ્મ વિશ્વભરમાં આઠ હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

[wptube id="1252022"]
Back to top button