હડમતિયા કન્યાશાળાના પ્રાંગણમાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

હડમતિયા કન્યાશાળાના પ્રાંગણમાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગામમાં સૌથી વધું અભ્યાસ કરેલી દિકરી અને કન્યાકેળવણી પ્રાધાન્ય આપવા માટે ” એક સલામ દિકરીને નામ” ની ધોષણા કુ. ડિમ્પલ રાજેશભાઈ કામરીયાના નામની થઈ હતી.જેઓ BHMS નો અભ્યાસ કરેલો છે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં વિધાર્થીઓએ અવનવા કરતબો રજુ કરીને તેમજ પિરામિડો રજુ કરીને ગ્રામજનોને અચંબિત કરી દીધા હતા આ પ્રસંગે સ્કૂલને લોકફાળાની સરવાણી વહાવી હતી ગામના સરપંચ સોનલબેન રાણસરીયાના પતી ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, ભુતપૂર્વ સરપંચો, એમ.એમ. ગાંધી માધ્યમિક શાળાના ટ્રસ્ટીઓ,એમ એમ ગાંધી વિધાલયના આચાર્યશ્રી અધારા સાહેબ, કન્યાશાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સિણોજીયા, કુમાર શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઇ ધાનજા, શિક્ષકગણ તેમજ વાલીગણ હાજર રહ્યા હતા








