
જંબુસર તાલુકા અ
ને નગરમાં ચુમ્મોતરમાં “પ્રજાસત્તાક”પર્વની ઊજવણી.
તાલુકા કક્ષાનો કાર્યક્રમ જંબુસર તાલુકાના “અણખી”ગામે ઉજવવામાં આવ્યો,
કાર્યક્રમમાં પ્રાંતઅધિકારીએ પોલીસ અફસરોની સલામી જીલી, ભારતમાના ચરણોમાં વંદનકરી ધ્વજવંદન કર્યું.
તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું.
ત્યારબાદ કોરોનાના મહાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડોક્ટરો, વિધનસભામાં શેષ્ઠ કામગીરી કરનાર અધિકારી,શ્રેષ્ઠ શિક્ષકો તેમજ કૃતિ રજુ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને વિવિધ ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં વિવિધ દાતાઓ તરફથી વિદ્યાર્થીઓએ રજુ કરેલ કૃતિઓને કુલ 65,200રૂપિયા તથા બાળકોને સ્કૂલબેગ યુવાક મંડળ દ્વારા એનાયત કરવામાં આવ્યું
અણખી ગામે પ્રજાસત્તાક પાર્વનિમિતે અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પ્રજાસત્તાક પર્વને પોતાની ફરજ સમજી તાલુકાના “અણખી”ગામે મુખ્ય મહેમાન પ્રાંતઅધિકારી, એમ. બી. પટેલ,
જંબુસર મામલતદાર વિનોદ પરમાર,,
જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર રબારી,
અણખી તાલુકા પંચાયત સભ્ય નિતીનપટેલ(ભોલા ભાઈ )
ગામના સરપંચશ્રી, ગાયત્રીબેન, ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ,
તાલુકાનું સમગ્ર વહીવટીતંત્ર,
વંશરક્ષક વિભાગ, જંબુસર, આઈ. સી. ડી. એસ. સુપરવાઈઝર, પેડીલાઈટ કંપનીના મેનેજર, વિપુલ નિર્મલ વગેરે અતિથિગણ ઉપસ્થિતિ રહી શાળાના વિધાર્થીઓએ દેશભક્તિ ગીત અને કૃતિઓ રજુ કરતાં પ્રેણા આપી પોત્સાહિત કર્યા.








