NAVSARI

નવસારી: વાંસદા તાલુકા પંચાયત કચેરીનો પટાવાળો ૭ હજાર ની લાંચ લેતા ઝડપાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા પંચાયત કચેરીમાં પટ્ટા વાળો તરીકે ફરજ બજાવતો વાસીમખાન પઠાણે ગ્રામ પંચાયતોનાં રસ્તા તથા કમ્પાઉન્ડ દિવાલના બાંધકામના કામોના બિલો ટી.ડી.ઓ પાસેથી મંજૂર કરાવવા માટે રૂ. ૭ હજાર ની લાંચ સ્વીકારતા એ.સી.બીના છટકા રંગે હાથ ઝડપાયો પ્રાપ્ત વિગતો મુજબ વાંસદા તાલુકાનાં ગામોમાં રસ્તાનાં તેમજ કંપાઉન્ડ દિવાલના બાંધકામનાં કામો કર્યા હતા.જે ગ્રામ પંચાયતોમાં રસ્તા તથા કંપાઉન્ડ દિવાલના બાંધકામના કામોનાં બીલોનાં નાણાં મંજૂર કરવા માટે વાંસદા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પાસે બીલો મંજૂર કરવા માટે મોકલ્યા હતા. વાસદા તાલુકા પંચાયતના પટાવાળા વાસીમખાન નાસીરખાન પઠાણે વાંસદા ટી.ડી.ઓ પાસેથી બીલો મંજૂર કરાવી દેવાના પેટે રૂા.૭ હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, તેઓએ ટોલ ફ્રી નં.૧૦૬૪ પર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. શનિવારે લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે છટકામા તાલુકા પંચાયતના પટાવાળો લાંચ ના રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો. આ કેસમાં નાણાં તેણે કોના કહેવાથી લીધા અને અન્ય કોની સંડોવણી છે. તે અંગે પૂરી માહિતી મેળવવા માટે હાલમાં તાલુકા તાલુકા કચેરીના સભ્યો સહિત કર્મચારીઓની પૂછતાછ ચાલી રહી છે. લાંચની માંગણી પ્રકરણમાં અન્ય કોણ કોણ સામેલ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button