
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
સહારા યંગ કમિટી લુણાવાડા દ્વારા ઉમરાહ જનાર ઉલેમા અને CA ની પરીક્ષા માં પાસ થનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો

આજ રોજ સાદુલ્લાખાન હોલ, દારુગરા મહોલ્લા માં હુસૈની જામા મસ્જિદના પેશ ઈમામ જનાબ હાફીઝ મોહંમદ રિયાજ અશરફી શેખ સાહબ કે જેઓ ઉમરાહ કરવા જવાનાં હોવાથી તેમજ લુણાવાડા શહેરનાં વિદ્યાર્થી કે જેઓ ચાર્ટ્ડ એકાઉન્ટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર ફહદ ઈકબાલ શેખ જે સુરત હોવાથી એમનાં બદલે એમનાં ભાઈ જનાબ મૌલાના સલમાન સાહબ આ બંને નું સહારા યંગ કમિટી લુણાવાડા દ્વારા ફુલહાર પહેરાવી અને સન્માન પત્ર આપી જાહેર સન્માન કરવામાં આવ્યું અને ઉમરાહ જનાર દરેક ભાઈઓ માટે અને કોમની તરક્કી માટે ખુશુશી દુઆ પણ કરવામાં આવી જેમાં આ પ્રસંગે આસ્તાના મસ્જિદ નાં પેશ ઈમામ જનાબ મૌલાના મોહંમદ હાશ્મી સાહબ, જનાબ મૌલાના કારી ઇસ્માઇલ સાહબ, જનાબ મૌલાના બિસ્મિલ્લાહ સાહબ, જનાબ મૌલાના સાજીદ સાહબ, શેખ ઘાંચી પંચનાં પ્રમુખ જનાબ ઈકબાલભાઈ સુરતી, બુરહાનભાઈ સિભાઈ સાહેબ, મહેબૂબભાઈ કોઠ, યાકુબખાન પઠાણ સાહેબ, જાવેદખાન પઠાણ સાહેબ, હાજી મહેબુબખાન પઠાણ, હાજી અબ્દુલ સત્તારખાન પઠાણ, ઐયુબખાન પઠાણ, મોહંમદખાન પટેલ, રફીકભાઈ અરબ, મોહંમદ ભાઈ કડિયા, આરીફભાઈ અરબ, ઈરફાનભાઈ અરબ, મૌલાના મોહંમદભાઈ, ઈકબાલભાઈ શેખ, હાજી ગુલામકાદરભાઈ શેખ તેમજ સહારા યંગ કમિટી લુણાવાડા નાં પ્રમુખ અને સામાજિક કાર્યકર મહંમદજાફરભાઈ અરબ, કમિટીના સભ્યો અહેમદરઝાખાન પઠાણ, રિઝવાનખાન પઠાણ, યુસુફખાન પઠાણ, મુસ્તાક હુસૈન શેખ, ઈકરામખાન પઠાણ વગેરે ખાસ હાજર રહ્યા અને આ સન્માન કાર્યક્રમ ને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું.








