MORBIMORBI CITY / TALUKO
કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે

કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે
મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજના મંદિર ખાતે મહામંડલેશ્વર સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી ૨૬ મી જાન્યુઆરીના દિવસે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને સુરતના પ્રખ્યાત ધૂન મંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી તારીખ ૨૬/૦૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજ મંદિર ખાતે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે સુરતનું પ્રખ્યાત ગૌવંશ દર્શન ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે જેથી આ કાર્યક્રમમાં તમામ લોકોને મહંત જાનકીદાસ બાપુ અને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]








