કેબિનેટ મંત્રીઓ-સાંસદએ સમીક્ષા બાદ કહ્યુ::::વિકાસ કામ મા વિલંબ ટાળો ગુણવતા જાળવો-પત્ર વ્યવહારમા સમય ન બગાડો -સંકલન કરો-ઝડપ કરાવો અને સંકલન સાધો

કેબિનેટ મંત્રીઓ-સાંસદએ સમીક્ષા બાદ કહ્યુ::::વિકાસ કામ મા વિલંબ ટાળો ગુણવતા જાળવો-પત્ર વ્યવહારમા સમય ન બગાડો -સંકલન કરો-ઝડપ કરાવો અને સંકલન સાધો
મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઇ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બીજી ઇનીંગ્સમા કામ નિકાલની આપી અગ્રતા જેથી સરકારી કચેરીઓમા થઇ જરા હલચલ અને મિનિસ્ટરોની મીટીંગમા દેખાય છે નક્કર તાકીદના આદેશ
હુકમો બાદ પણ જેમા હોય તેમા સરકારના માર્ગદર્શન કે અભિપ્રાયનુ સાલકડુ નંખાય પ્રકરણ ધુળ ખાય….અને કઇ રસપ્રદ હોય તેમા જોગવાઇઓ છે ની નોંધ સાથે ફાઇલ મંજુર થાય….!!હવે આ બેવડી નિતી નહી ચાલે

અરજદારોને નાણા ફી દંડ ભરવા છે દસ્તાવેજો રજુ કરવા છે પોતાનુ કામ ઝડપી કરાવવુ છે તે માટે સજ્જ છે તો પણ……વિભાગોને
વ્યસ્તતા કોણ જાણે શુ હોય છે કે સામાન્ય કામ મા વરસ નીકળે જપ્તી કેસ મા બે વરસ નીકળે જમીન આપવાના કિસ્સા તો દાયકાથી હિંચકા ખાય છે કર્મચારી હક હિસ્સામા બિચ્ચારો બને કે કોઇ જમીનધારક સંપાદન વળતર માટે તો વરસોના વિતતા વહાણા…..!!!!
જામનગર/ખંભાળીયા ( ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા સમીક્ષા બેઠક જિલ્લાના મથક જામખંભાળીયામા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ કરી હતી જેનો અહેવાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક નરેશ મેહતા એ બનાવી મીડીયાને સર્ક્યુલેટ કર્યા છે
વન- પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સંસદસભ્ય પૂનમબેન માડમ એ જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા સાથે અધિકારીઓને અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીઓએ જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને પંચાયત સંસ્થાઓના પદાધિકારીઓના પણ હકારાત્મક સૂચનો મેળવ્યા હતા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તેમજ સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ અભિયાનનો અંતર્ગત જન સેવાની કામગીરી વેગવંતી બને અને લક્ષાંકો મુજબ કામગીરી પૂર્ણ થાય તે માટે આજે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લાના અધિકારીઓ સાથે પ્રથમ બેઠક કરી અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.
વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા એ પણ જિલ્લાના પ્રવાસન ને લગતા વિવિધ કામો ની સમીક્ષા કરી જિલ્લાના વિવિધ પ્રોજેક્ટ અંગે સંકલનથી કામ કરવા સુચના આપી હતી.
કલેકટર એમ. એ. પંડ્યા દ્વારા સરકારના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી રહેલી જન સુખાકારી અને વિકાસલક્ષી કામગીરીનો ચિતાર આપ્યો હતો. અધિક કલેક્ટર દ્વારા રેવન્યુ તેમ જ વિવિધ વિભાગો દ્વારા ચાલતા કામો અને નાણાકીય અને ભૌતિક સિદ્ધિઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યો હતું.સાંસદ પૂનમબેન માડમે નેશનલ હાઈવે ની કામગીરી,
રિસર્વે ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી ફોલોઅપ લેવા માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યુ હતું. ધારાસભ્ય પબુભા માણેક દ્વારા પણ હકારાત્મક સૂચનો કરાયા હતા. અધિકારીઓની સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે, જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી તેમજ સંબંધિત કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતા.
બંને મંત્રીઓ તેમજ સાંસદએ એ અધિકારીઓની મીટીંગ પૂર્વે સંગઠનના અને પંચાયતના પદાધિકારીઓ સાથે મીટીંગ કરી હકારાત્મક સૂચનો મેળવ્યા હતા અને જિલ્લાના વિકાસના કામો માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@લોકસંવાદ@
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિકાસ માટે મંત્રીઓએ લોક સંવાદ પણ યોજ્યો હતોપાણી પુરવઠા મંત્રી અને જિલ્લા ના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાનું ગ્રામજનોએ સ્વાગત કર્યું ઉલ્લેખનીય છે કે રેટા કાલાવડ ગામના ડેમનું બાકીનું કામ ઝડપથી પૂર્ણ થશે કેમકે મંત્રીઓએ અધિકારીઓને બાકીનું પાંચ ટકા કામ પૂર્ણ કરવા સમય મર્યાદા આપી છે અનેસાચા કામમાં ખોટો વિલંબ કરવો નહી તેમ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ છે તેમજ
પત્ર વ્યવહારમાં બિનજરૂરી વિલંબ કર્યા વગર રૂબરૂ સંકલન કરી કામ પૂર્ણ કરવા પ્રભારી મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ સુચના આપી હતી નોંધપાત્ર એ છે કે
રેટા કાલાવડ ગામનો ડેમ સંપૂર્ણ ભરાતા અનેક ખેડૂતોને સિંચાઈ નો લાભ મળશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂરતું પાણી મળી રહે ખાસ કરીને સિંચાઈનો વિસ્તાર વધે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી સિંચાઈ અને પાણીની સર્વગ્રાહી યોજનાઓનો પૂરેપૂરો લાભ મળે તે માટે જિલ્લાના પ્રભારી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને વન પર્યાવરણ પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાએ ગામોની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરી આવા કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ પણ કરી હતી.કેબિનેટ મંત્રી મુળભાઈ બેરા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો માટે ખાસ કરીને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને પૂરતી વીજળી તેમજ આધુનિક માર્ગો સાથે તમામ માળખાગત સુવિધા ગામડાઓમાં પણ થાય તે માટે લક્ષાંકો સાથે કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ સાચા કામમાં ખોટો વિલંબ કરવો નથી તેમ મુળુભાઇએ જણાવ્યુ હતુ
આ તકે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ સાથે રહ્યા હતા અને જિલ્લાના મહત્વના પ્રોજેક્ટમાં જિલ્લા કક્ષાએ કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું રેટા કાલાવડ ગામના ડેમ નું ૯૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીની કામગીરી રૂબરૂ સંકલનથી હકારાત્મક રીતે વહેલાસર પૂર્ણ કરવા સંબંધીત અધિકારીને સુચના આપી હતી. ડેમનું કામ પૂર્ણ થતા સિંચાઈનો વિસ્તાર પણ વધશે.
@________________
ફરીથી જાણીએ વાસ્તવિકતા…..
મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઇ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બીજી ઇનીંગ્સમા કામ નિકાલની આપી અગ્રતા જેથી સરકારી કચેરીઓમા થઇ છે જરા હલચલ અને મિનિસ્ટરોની મીટીંગમા દેખાય છે નક્કર તાકીદના આદેશ
હુકમો બાદ પણ …….અનેક કિસ્સાઓમા સરકારના માર્ગદર્શન કે અભિપ્રાયનુ સાલકડુ નંખાય છે અને પ્રકરણ ધુળ ખાય….અને કઇ રસપ્રદ હોય તેમા જોગવાઇઓ છે ની નોંધ સાથે ફાઇલ મંજુર થાય….!!હવે આ બેવડી નિતી નહી ચાલે કેમકે કેબિનેટ મિનીસ્ટરો સંસદસભ્ય એ લીધેલી મીટીંગમા કરેલી સમીક્ષા બાદ કડક સુચનાઓ જનતાના હિત માટે અપાયા છે

અરજદારોને નાણા ફી દંડ ભરવા છે દસ્તાવેજો રજુ કરવા છે પોતાનુ કામ ઝડપી કરાવવુ છે તે માટે સજ્જ છે તો પણ……વિભાગોને
વ્યસ્તતા કોણ જાણે શુ હોય છે કે સામાન્ય કામ મા વરસ નીકળે જપ્તી કેસ મા બે વરસ નીકળે જમીન આપવાના કિસ્સા તો દાયકાથી હિંચકા ખાય છે કર્મચારી હક હિસ્સામા બિચ્ચારો બને કે કોઇ જમીનધારક સંપાદન વળતર માટે તો વરસોના વિતતા વહાણા…..!!!!આ બધુ જ હવે સુધરશે તેવી આશા બંધાઇ છે
@________________

BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com









