
મોરબી – રંગપર ગામે એસ.પી રાહુલ ત્રિપાઠી ની અધ્યક્ષતામા લોક દરબાર યોજાઈ

મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની અધ્યક્ષતા મા લોક દરબાર યોજાયો ગામ લોકોને વ્યાજખોરો ના ચક્ર મા ન ફસાવા અંગે તેમજ સરકારશ્રીની યોજના ઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતી થી વાકેફ કરવામાં આવ્યા.
અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરો ના ચક્ર મા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસ નો સંપર્ક કરવા સમજ કરવામાં આવી અને આ લોકદરબારમાં DYSP ઝાલા સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા સાહેબ તેમજ પ્રો PI સોલંકી સાહેબ તેમજ આશરે 150 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહેલ.
[wptube id="1252022"]








