
વિજાપુર તાલુકાના ખણુંસા ગામની પ્રાથમિક શાળાનો ૧૨૩ મો સ્થાપના દિવસ ઉજવાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુસા પ્રાથમિક શાળા ની ૧૫-૦૧- ૧૯૦૧ ના રોજ સ્થાપના થઈ હતી ગામના કેટલાક વડીલો લોકો ને પૂછપરછ કરતાં જાણવાં મળેલ કે આ શાળા ની શરૂઆત ગામમાં આવેલ એક મંદિર ની ઓરડીમાં શરુઆત કરવા માં આવી હતી, ત્યારે શાળામાં અંદાજિત ૧૫ જેટલા બાળકો પહેલા ધોરણમાં દાખલ થયા હતા, તે વખતના ગોજારીયા ગામના સોમાભાઈ અમીને શિક્ષક તરીકે સેવાઓ આપી હતી જોગાનુજોગ ૧૨૩ વર્ષે આજે પણ આ શાળા ના આચાર્ય તરીકે જિજ્ઞાસા અમીન કાર્યભાર સંભાળી રહયા છે આજે સ્કૂલમાં ૩૩૫થી થી વધુ બાળકો અભ્યાસ કરી રહયા છે આ શાળામાં વર્તમાન ભૂતપૂર્વ કુલ અંદાજીત ૪૭૨૪ જેટલાં બાળકો એ અભ્યાસ કર્યો છે જેમાં ઘણાં એવા બાળકો મોટા થઇને ઉચ્ચ અભ્યાસ કરી ડોકટર એન્જીનીયર વકીલ પ્રોફેસર શિક્ષક પણ બન્યા છે જેમાં ની એક દિકરી MBBS થઈને હાલ USA માં ડોક્ટર તરીકે સેવા આપી હ્યા છે. શાળા ૧૨૩ માં સ્થાપના દિવસે ગામના સરપંચ તથા પંચાયત સભ્ય ખણુંસા સીટના તાલુકા ડેલીકેટ મનુજી ચાવડા માજી ડેલીકેટ રશ્મિકાન્ત પટેલ શાળા માટે હર હંમેશાં તત્પર રહેતા એવા વિષ્ણુસિંહ વિહોલ તેમજ શાળાના આચાર્ય અને તમામ સ્ટાફ હાજર રહ્યા હતા





