
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
નવસારી જીલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંબા પાક માં પ્રાકૃતિક ખેતી અને બદલાતા હવામાનમાં રોગ-જીવાત વ્યવસ્થાપન અંગે ખડસુપા બોર્ડીંગ, નવસારી ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં જંતુ નાશક દવાના વિકલ્પો, કેનોપી મેનેજમેન્ટ તથા રોગ જીવાત વિશે ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી હતી. જે પ્રશ્નોત્તરીના કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને નાયબ બાગાયત નિયામક નવસારીની કચેરીના અધિકારીઓ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખેડૂતોને આંબાની ઘનિષ્ઠ ખેતી,ચીકુની ખેતીની પોકેટ બુક અને આંબા પાક કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ- બહેનોએ તાલીમમાં ભાગ લીધો હતો.
[wptube id="1252022"]



